ગતિશિલ ગુજરાત: સરકારી કચેરીમાં જ ફાઇલ અટવાઇ છતાં વિલંબ માટે અરજદાર દંડિત

ગુજરાત હાઈકોર્ટે ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી (મુખ્ય નિયંત્રક મહેસૂલ સત્તામંડળ) દ્વારા સમયમર્યાદાના આધારે યાંત્રિક રીતે રિવિઝન અરજી ફગાવી દેવા બદલ આકરી ટીકા કરી છે. આ…

ગુજરાત હાઈકોર્ટે ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી (મુખ્ય નિયંત્રક મહેસૂલ સત્તામંડળ) દ્વારા સમયમર્યાદાના આધારે યાંત્રિક રીતે રિવિઝન અરજી ફગાવી દેવા બદલ આકરી ટીકા કરી છે. આ વિલંબ વિભાગ દ્વારા જ આદેશ મોડો મોકલવાના કારણે થયો હતો. આમ છતાં અરજદાર બાબુશાહીનો ભોગ બતન કોર્ટે ગંભરી નોંધ લીધી હતી.

સ્વાતિ સુતરિયા અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ સિવિલ પિટિશનની સુનાવણી કરતા જસ્ટિસ નિર્ઝર દેસાઈએ અવલોકન કર્યું હતું કે નાગરિકોને તેમના પોતાના કોઈ વાંક-ગુના વગર દંડિત કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટે આજની સુનાવણીમાં લેન્ડ એન્ડ રિફોર્મ વિભાગના સેક્રેટરી બિજલ શાહને પણ રૂબરૂ હાજર રાખ્યા હતા.

અરજદારોએ નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગ-1, વડોદરા દ્વારા 1 ઓક્ટોબર, 2025ના રોજ જારી કરાયેલા આદેશને પડકાર્યો હતો. આ આદેશ માત્ર 18 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને 21 ઓક્ટોબરે મળ્યો હતો, તેમ છતાં સત્તામંડળે 30 માર્ચ, 2026ના રોજ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું દર્શાવીને રિવિઝન અરજી ફગાવી દીધી હતી.

આ વલણને મનસ્વી ગણાવીને, કોર્ટે અરજદારોને તેમની અરજીમાં સુધારો કરવાની અને આ આદેશ આપનાર અધિકારી લેન્ડ એન્ડ રિફોર્મ અધિકારી બિજલ શાહને તેમની વ્યક્તિગત ક્ષમતામાં પક્ષકાર તરીકે જોડવાની મંજૂરી આપી હતી. અદાલતે રાજ્યની તિજોરીમાંથી નહીં પરંતુ તેમની પાસેથી વસૂલ કરી શકાય તેવો રૂૂ. 1 લાખનો અંગત દંડ લાદવા તરફનો પ્રાથમિક દ્રષ્ટિએ ઝોક દર્શાવ્યો હતો. જેના પગલે અધિકારી બિજલ શાહે કોર્ટમાં રૂબરૂ હાજર થઇને અઠવાડીયાની મુદત માંગતા કોર્ટે આગામી સોમવારે સુનાવણી મુકરર રાખી છે.
31 ઓગસ્ટ સુધીની મુદતવાળી નોટિસ જારી કરતાં, ખંડપીઠે તે અધિકારીને સરકારી વકીલોનો ઉપયોગ કરવા અથવા મુદત (તારીખ) માંગવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અને સ્વખર્ચે હાજર રહેવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *