મોદીના કામણ: ઉઝબેકિસ્તાનમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી

30 દિવસ મોજ કરવા દરવાજા ખુલ્લા મુકતું તાશ્કંદ ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉઝબેકિસ્તાને ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા-ફ્રી…

30 દિવસ મોજ કરવા દરવાજા ખુલ્લા મુકતું તાશ્કંદ

ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉઝબેકિસ્તાને ભારતીય નાગરિકો માટે 30 દિવસની વિઝા-ફ્રી વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન રવિવારે રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી બન્ને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધશે અને પ્રવાસન, વેપાર તથા પરસ્પર આદાન-પ્રદાનને નવી ગતિ મળશે.

વડાપ્રધાન મોદી 29થી 30 ઓગસ્ટ સુધી ઉઝબેકિસ્તાનની બે દિવસીય રાજકીય મુલાકાતે છે. તાશ્કંદમાં બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે ભારતને ઉઝબેકિસ્તાનનો વિશ્વસનીય રણનીતિક ભાગીદાર ગણાવ્યું. રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના જણાવ્યા અનુસાર, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે.

બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર પહેલીવાર ગયા વર્ષે 1 અબજ ડોલરથી વધુ પર પહોંચ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે, હાલના વર્ષોમાં બન્ને દેશો વચ્ચે જોઇન્ટ વેન્ચર્સની સંખ્યા લગભગ સાત ગણી વધી છે. બન્ને દેશો વચ્ચે દર અઠવાડિયે 14 સીધી ફ્લાઈટ સંચાલિત થઈ રહી છે. આવી સ્થિતિમાં 30 દિવસની વિઝા-ફ્રી સુવિધા શરૂૂ થવાથી ભારતીય મુસાફરો માટે ઉઝબેકિસ્તાન જવું ઘણું સરળ બની શકે છે. જેનાથી ખાસ કરીને પ્રવાસન, બિઝનેસ ટ્રાવેલ અને બન્ને દેશોના લોકો વચ્ચે સંપર્ક વધવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *