રાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોત

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામ પાસે હાઇવે પર ગુરુવારના મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ફોરવ્હીલ કાર અને આઇસર ટ્રક સામ-સામે અથડાતા બોટાદની વોરાવાડમાં…

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામ પાસે હાઇવે પર ગુરુવારના મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ફોરવ્હીલ કાર અને આઇસર ટ્રક સામ-સામે અથડાતા બોટાદની વોરાવાડમાં રહેતા આસિફ નામના યુવાનનું મોત નીપજ્યું હતુ અને ત્રણ લોકોને ઇજા થવા પામી છે જેમાં એકને ગંભીર હાલત જણાતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે.

બનાવની મળતી મુજબ ગુરુવારના મોડી રાત્રે રાણપુર-ધંધુકા હાઈવે પર નાગનેશ ગામ નજીક ફોરવ્હીલર કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બોટાદના આસિફભાઈ રહીમભાઈ માંકડ અને તેમના અન્ય ત્રણ પરિવારના સભ્યો નાગનેશ ગામ નજીક સામે થી આવતી આયસર ટ્રક સામસામે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં કારના આગળના ભાગનો કચ્ચર ખાણ વળી ગયો હતો. બનાવના પગલે ત્યાંતી પસાર થતા લોકો દોડી આવ્યા હતા. અને 108 ને જાણ કરતા સ્થાનિક પોલીસ અને 108 દોડી આવી ઈજાગ્રસ્તને મહામુસીબતે કારમાંથી બહાર કાઢી બોટાદની સબીહા હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવા માં આવ્યા હતા.

જ્યા આસિફભાઈ રહીમભાઈ માંકડનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જ્યારે આસિફભાઈ ના પુત્ર ની હાલત ગંભીર હોય તેઓને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.જયારે બે વ્યક્તિ સબીહા હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *