બોટાદના ખસ રોડ પર આવેલા શંકરપરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ રોકડ અને અન્ય ચીજવસ્તુઓ સહિત અંદાજે 45,000 રૂૂપિયાની મત્તાની ચોરી કરી છે.
આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં ત્રણથી ચાર બુકાનીધારી ચોરો મંદિરની દીવાલ કૂદીને અંદર પ્રવેશતા અને ચોરીને અંજામ આપતા દેખાયા છે.
મંદિરના સ્વામીએ આક્ષેપ કર્યો છે કે મંદિરની દીવાલને અડીને દારૂૂનો અડ્ડો ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે મંદિરની આસપાસ દારૂૂની બોટલો અને આવારા તત્વોનો ત્રાસ પણ વધી ગયો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.
