અયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલો

શહેરમાં પંચનાથ મંદિર પાસે આવેલ નંદન કુરીયર ખાતે એક શખ્સ અયોગ્ય લખાણ વાળુ પાર્સલ આપવા માટે આવ્યો હતો. જે પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરીયરના કર્મચારી…

શહેરમાં પંચનાથ મંદિર પાસે આવેલ નંદન કુરીયર ખાતે એક શખ્સ અયોગ્ય લખાણ વાળુ પાર્સલ આપવા માટે આવ્યો હતો. જે પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરીયરના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હુડકો ચોકડી નજીક હરીઓમ પાર્ક મેઇન રોડ પર રહેતા રાજુ લક્ષ્મણભાઇ નનેરા નામનો 32 વર્ષનો યુવાન સવારના દસેક વાગ્યાના અરસામા પંચનાથ મંદિર પાસે આવેલ નંદન કુરીયરની ઓફિસ ખાતે હતો ત્યારે અજાણયા શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત રાજુ નંદન કુરીયરમાં નોકરી કરે છે. આજે નોકરી પર હતો ત્યારે એક શખ્સ પાર્સલ દેવા આવ્યો હતો. જે પાર્સલ પર અપ્રીય દીકરી મનીષા ખુબ જ ખરાબ ભેટ ગમેતો રાખજે નહીંતર ભંગારમાં દઇ દેજે તેવુ સ્ટીકર માર્યુ હતુ. જેથી રાજુએ આવા અયોગ્ય લખાણ વાળુ પાર્સલ સ્વીકારવાની ના પાડતા માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે એડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *