મુસ્લીમ અગ્રણી જનાબ હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદિમાં જણાવ્યા મુજબ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના વિલાદત પર્વ નિમિતે સદર વિસ્તારનું વિરાટ ઝુલુસ નાણાવટી ચોક, રૈયા સર્કલ, બ્રહ્મ સમાજ ચોક, નહેરૂૂનગર, સદર ખાટકીવાસ, આલાભાઈને ભઠ્ઠો, લક્ષ્મીનગર, બજરંગવાડી, મોચીનગર, રેલનગર વગેરે વિસ્તારના ઝુલુસ સદર ફુલછાબ ચોક પાસે પહોંચેલ અને ત્યાં રાજકોટ શહેરના જાબાંજ નવનિયુક્ત નાયબ પો.કમિશ્નર ક્રાઈમ જગદીશ બંગરવાએ ઈદે મિલાદના ઝુલુશને ગ્રીન સીગ્નલ આપીને કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે વિરાટ ઝુલુશને પ્રસ્થાન કરાવેલ હતું.
આ પ્રસંગે પ્ર.નગરના પી.આઈ. એમ.બી.મકવાણા તથા ચાપરાજભાઈએ મુસ્લીમ સમાજને ઈદની ભલી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ઉપરોકત પો.અધિકારીઓનું સન્માન કરવામાં આવેલ તથા હજરત ગેબનશાપીર દરગાહ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી અને રકતદાતા તથા હજરત ગેબનશાપીર દરગાહ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ હાજીબાબુભાઈ દલ, અહેસાનભાઈ ચૌહાણ, સૈયદ અજરૂૂદીનબાપુ, વકારભાઈ બ્લોચ, ફિરોજખાન પઠાણ તથા સદરૂૂદીનભાઈ બાદી વિગેરે ટ્રસ્ટી મંડળને ભલી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બજરંગ મિત્ર મંડળના રોહીતભાઈ કારીયા, ચિરાગભાઈ ધામેચા, રાજુભાઈ બુધ્ધદેવ, ધૈર્યભાઈ રાજદેવ, સંજયભાઈ પાટડીયા, નરેશભાઈ મકવાણા, રણજીભાઈ પઢિયાર, રમજુભાઈ ચાનીયા નિવૃત પી.એસ.આઈ. તથા મુસ્લીમ અગ્રણી જાહીદભાઈ દલ, હાજી ફારૂૂકભાઈ બાવાણી, એજાજબાપુ બુખારી, હનીફ હાજી બાબુ જાનમહમદભાઈ, ફરદીન બ્લોચ, ઈમરાન શેખ, એડવોકેટ સોહીન મોર, યુનુસભાઈ કટારીયા, મહમદભાઈ વડતરીયા, સૈયદ રફીકબાપુ, હાજી અવેશભાઈ કામદાર, એન્જીનીયર અમીયલ બાદી સાહેબ, હનીફભાઈ મલેક, કાસમભાઈ શેખ, વોરા સમાજના યુસુફભાઈ જોહરકાર્ડવાળા, સાકીરભાઈ સાદીકોટ, જુજરભાઈ ભારમલ વગેરે મોટી સંખ્યામાં જોડાયને ઝુલુશને સફળતા લક્ષી હતી. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, એજાજબાપુ બુખારી તથા હાજી ફારૂૂકભાઈ બાવાણીની સંયુક્ત યાદીમાં જણાવેલ છે.
