‘ટિપ્પણી કરતા પહેલાં પૂરી વાત તો જાણો’ માંજરેકરને વૈભવનો જવાબ

યુવાન ભારતીય ખેલાડીઓ (વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ)એ શ્રીલંકાના હરીફ ખેલાડીઓ સામે ક્રોધ બતાવીને તેમની સાથે ટકરાવા સુધી ઘર્ષણમાં ઊતરી પડ્યા એ ઘટનાની હાલમાં સર્વત્ર…

યુવાન ભારતીય ખેલાડીઓ (વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ)એ શ્રીલંકાના હરીફ ખેલાડીઓ સામે ક્રોધ બતાવીને તેમની સાથે ટકરાવા સુધી ઘર્ષણમાં ઊતરી પડ્યા એ ઘટનાની હાલમાં સર્વત્ર ચર્ચા છે અને એમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે બન્ને ભારતીય યુવા ખેલાડીઓ વિરુદ્ધ હળવાશ બતાવવા સામે જે વિરોધ વ્યક્ત કર્યો એનો વૈભવે જવાબ આપ્યો હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું હતું.

સૂર્યવંશીએ ‘એક્સ’ પર માંજરેકરને જવાબ આપતાં લખ્યું છે, ‘બહુ થઈ ઝેરીલી ટિપ્પણીઓ, બાળક જેવી દલીલ અને ચીડચીડિયું વર્તન. બીજાને ઉપદેશો આપતાં પહેલાં પૂરી વાત તો જાણો.’ થોડા દિવસ પહેલાં યશસ્વીએ કોમેન્ટેટર હર્ષા ભોગલેને ‘કંઈ પણ નિષ્કર્ષ પર આવતાં પહેલાં એ ખેલાડી (અસિથા ફર્નાન્ડો) શું બોલ્યો હતો એ તમારે જાણવું જોઈતું હતું.’

જૂનમાં શ્રીલંકા-એ સામેની એક મેચમાં ઇન્ડિયા-એનો સુપરઓવરમાં પરાજય થયો ત્યાર પછી વૈભવને ઉશ્કેરતી ટિપ્પણી કરનાર શ્રીલંકાના ખેલાડીઓ તરફ વૈભવ ગયો અને તેના વિશે અજુગતું બોલનાર વિશેન હલમબાગેની નજીક ગયો હતો અને તેને ધક્કો માર્યો હતો. નિરોશન ડિકવેલા સહિતના ખેલાડીઓએ બન્નેને છોડાવવા પડ્યા હતા.માંજરેકરે આઇસીસીને અને બીસીસીઆઇને સૂચન કર્યું છે કે ‘અગાઉ વૈભવની ઘટના અને હવે યશસ્વીની. તમે જો તેમને આવા વર્તન બદલ હળવી સજા કરીને છોડી દેશો તો ભવિષ્યમાં ફરી એવું વર્તન કરશે. ક્રિકેટની રમત માટે અને તેમના ભવિષ્ય માટે આ ઠીક ન કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *