હાલાર પંથકમાં સતત પાંચ દિવસની વિજિલન્સ ડ્રાઈવમાં કુલ રૂા.6.23 કરોડની વીજચોરી ઝડપાઈ

જામનગર તા.21: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર સર્કલ હેઠળ વીજચોરી ઝડપી પાડવા માટે તા.17 ઓગસ્ટથી તા.21 ઓગસ્ટ, 2026 દરમિયાન પાંચ દિવસની સઘન…

જામનગર તા.21: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર સર્કલ હેઠળ વીજચોરી ઝડપી પાડવા માટે તા.17 ઓગસ્ટથી તા.21 ઓગસ્ટ, 2026 દરમિયાન પાંચ દિવસની સઘન વિજિલન્સ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન કુલ 72 ટીમો દ્વારા 4,773 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી.

આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 784 વીજ જોડાણોમાં ગેરરીતિ/વીજચોરી ઝડપાઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ વીજચોરીના કેસોમાં કુલ રૂૂ.623 લાખ એટલે કે રૂૂ.6.23 કરોડની વીજચોરીની આકારણી થવા પામી છે.

પીજીવીએસએલની ટીમો દ્વારા જામનગર જિલ્લાના જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા અને જામજોધપુર તાલુકા ઉપરાંત જામનગર શહેર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ભાણવડ, ઓખામંડળ અને ખંભાળિયા તાલુકાના વિવિધ ગામો તથા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

પાંચ દિવસ સુધી સતત ચાલેલી આ વિશેષ વિજિલન્સ કામગીરી દરમિયાન મોટા પાયે વીજ જોડાણોની ચકાસણી કરી ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીએસએલ દ્વારા વીજચોરી અટકાવવા અને વીજ વપરાશમાં થતી ગેરરીતિઓ સામે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *