પાન મસાલાની જાહેરાત કરનાર દરેક સેલિબ્રિટીઓ કેન્સર વોર્ડની મુલાકાત લે

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને વિમલ એલાયચીની જાહેરાત અંગે નોટિસ આપી છે. આ જાહેરાતને પ્રતિબંધિત વિમલ પાન…

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને વિમલ એલાયચીની જાહેરાત અંગે નોટિસ આપી છે. આ જાહેરાતને પ્રતિબંધિત વિમલ પાન મસાલાની પરોક્ષ (સરોગેટ) જાહેરાત ગણવામાં આવી રહી છે. આ મામલે ટાટા મેમોરિયલ સેન્ટરના એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC)ના ડિરેક્ટર અને હેડ-એન્ડ-નેક કેન્સર સર્જન ડો. પંકજ ચતુર્વેદીએ કડક વલણ અપનાવ્યું છે.

ડો. ચતુર્વેદીએ કહ્યું કે, હું ઇચ્છું છું કે પાન મસાલાની જાહેરાત કરનારા દરેક સેલિબ્રિટી અમારા કેન્સર વોર્ડની મુલાકાત લે. તેઓ જુએ કે મોંના કેન્સરના દર્દીઓ કેવી રીતે પીડાય છે. ડો. ચતુર્વેદી છેલ્લા 15 વર્ષથી તમાકુ અને સુપારી (એરેકા નટ) વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ 2009માં કેન્સર સર્વાઇવર્સ સાથે વોઇસ ઑફ ટોબેકો વિક્ટિમ્સની સ્થાપના થઈ હતી. તેઓ નીતિ-નિર્માતાઓ અને અમલીકરણ અધિકારીઓ સમક્ષ દર્દીઓના અનુભવો મૂકતા રહ્યા છે.

મહારાષ્ટ્રમાં પાન મસાલા અને ગુટખા પર પ્રતિબંધ છે. છતાં વિમલ જેવા બ્રાન્ડ નામ હેઠળ એલાયચી કે અન્ય પ્રોડક્ટની જાહેરાત કરીને પ્રતિબંધિત પ્રોડક્ટને યાદ રાખવામાં આવે છે. એફડીએનું આરોપ છે કે વિમલ એલાયચીની જાહેરાત વિમલ પાન મસાલાની બ્રાન્ડ આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને પરોક્ષ પ્રમોશન કરે છે. ડો. ચતુર્વેદીનું કહેવું છે કે સેલિબ્રિટીઓની આવી જાહેરાતો યુવાનોને આકર્ષે છે અને મોંના કેન્સરના કેસો વધારવામાં ફાળો આપે છે. ભારતમાં મોંના કેન્સરના મોટા ભાગના કેસો તમાકુ અને સુપારીના સેવન સાથે જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *