જામનગર શહેરની પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા 50 વાહનોની હરાજી

જામનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ-207 હેઠળ વર્ષ 2023થી 2025 દરમિયાન શહેરમાંથી કબ્જે કરવામાં આવેલા અને માલિકોને વાહનો છોડાવવા માટે નોટિસ આપવા…

જામનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ-207 હેઠળ વર્ષ 2023થી 2025 દરમિયાન શહેરમાંથી કબ્જે કરવામાં આવેલા અને માલિકોને વાહનો છોડાવવા માટે નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાયેલા કુલ 50 વાહનોની હરાજી કરવામાં આવી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ હરાજીમાં 48 ટુ-વ્હીલર, એક રિક્ષા તથા એક ફોર-વ્હીલર મળી કુલ 50 વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હરાજી તા.19 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા ‘તાલીમ ભવન’માં યોજાઈ હતી, જેમાં કુલ 82 વેપારીઓએ ભાગ લીધો હતો. જે જાહેર હરાજી થકી સરકારને 2 લાખ 30 હજારની કુલ આવક થઈ છે.

જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના આગેવાની હેઠળ યોજાયેલી હરાજી દરમિયાન જામનગર ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી. ચૌધરી, એમ.ટી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.સી. દેસાઈ, જિલ્લા ટ્રાફિક શાખાના એ.એસ.આઈ. ઘેલુગર ગોસાઈ, એ.એસ.આઈ. પ્રવીણભાઈ મનાત તથા હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળા સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી બાદ લાંબા સમયથી કબ્જામાં રહેલા વાહનોના નિકાલ માટે આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *