છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસ

ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે…

ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે એક પ્રેરણા સમાન છે. પોતાના અંગત જીવનામાં ઘણાય પ્લસ-માઈનસ તેમણે જોયા છે. પહેલા સગાઈ તૂટી અને પછી શોએબ મલિક સાથે છૂટાછેડાની પીડા પણ ભોગવી છે. મિર્ઝાએ પોતાના કરિયરમાં વર્ષ 2010માં પોતાના હોમટાઉન હૈદારબાદમાં પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.

પણ લગ્નજીવનમાં પણ ખુશીની મૌસમ કાયમ રહી નહીં. વર્ષ 2018માં તેણે પુત્ર ઈઝહાનને જન્મ આપ્યો પણ લગ્નના 14 વર્ષ બાદ વર્ષ 2024માં શોએબ મલિક સાથે છૂટાછેડા થતા સેપરેટ થઈ. શોએબ મલિક પહેલા સાનિયા મિર્ઝાની એક સગાઈ તૂટી ગઈ હતી. તેણે પોતાના ખાસ મિત્ર સાથે સગાઈ કરી લીધી હતી. સ્કૂલના સમયથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. પણ લગ્નના છ મહિના પહેલા જ એમની સગાઈ તૂટી ગઈ હતી.

હવે સાનિયા એકલવાયું જીવન જીવી રહી છે અને પોતના પુત્રને ઉછેરી રહી છે. હાલ સાનિયા દુબઈમાં રહે છે અને પુત્ર પણ તેની સાથે રહે છે. એકલા હાથે તે દીકરાને ઉછેરી રહી છે અને તેના કરિયરમાં ભાગ લઈ રહી છે. એક્ટ્રેસ અર્ચના પૂરનસિંહે તાજેતરમાં તેના દુબઈમાં રહેલા ફ્લેટનો વીડિયો શેર કર્યો હતો.આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે કેમ યુટ્યુબ ચેનલ બનાવતી નથી, આના પર સાનિયાએ કહ્યું કે, હું વધારે પડતું કોઈ ટ્રાવેલ કરતી નથી, મહિનામાં માંડ 10 દિવસ ઈન્ડિયામાં રહું છું.હાલમાં સાનિયા પાસે એક કે બે નહીં પણ ત્રણ-ત્રણ બિઝનેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *