રાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મારવાડી હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા આંધપ્રદેશના છાત્ર અને ઓમનગર હુસેનીચોક…

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મારવાડી હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા આંધપ્રદેશના છાત્ર અને ઓમનગર હુસેનીચોક પાસે રહેતી પરિણીતાને આવેલો હાર્ટએેટેક જીવલેણ નીવડ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ આંધપ્રદેશના વતની અને હાલ મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા લોહીત લોકનઘભાઇ નીલચુ નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના જમીને હોસ્ટેલમાં સુવા ગયો હતો. તે દરમિયાન તેને ગભરામણ અને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી લોહીત નીલચુનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કર્યુ હતું. યુવકના મોતથી સહપાઠીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા ઓમનગરમાં હુસેની ચોક પાસે રહેતા ગીતાબેન રાજેશભાઇ પરમાર નામની 41 વર્ષની પરિણીતાને બપોરના ત્રણેેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિ લ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા પરિણીતાનુ મોત નીજપતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક પરિણીતાને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *