‘ઓછા ટકા વાળા જજ’ની પોસ્ટ કરી મુકેશ ગુજરાતી ભેરવાયા, વકીલોએ મોરચો ખોલ્યો

સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ…

સુરતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ અલગ વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની એક સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને પસંદ ન પડતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે.’

ભાજપ નેતાની આ હરકતને લઈ ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશન મેદાનમાં આવ્યું છે. તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીના નિવેદનને વખોડવામાં આવ્યું. ગુજરાતીને તેના પદ પરથી દૂર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવા નિર્ણય કરાયો. હાઈકોર્ટ દ્વારા રાજદીપસિંહ નકુમ સામે દાખલ થયેલ સુઓ મોટો અરજીમાં ઈન્ટરવેન્શન અરજી દાખલ કરાશે.

હાઈકોર્ટના જજ વિરુદ્ધ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ કરેલી વિવાદિત પોસ્ટના વિરોધમાં ઠરાવ કરવા હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો એકઠા થયા. એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ કહ્યું કે, આ કોઈ જજની વાત નથી, કોર્ટની ગરિમાની વાત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને બાર તરફથી મેસેજ મોકલાશે કે. તેઓ મુકેશ ગુજરાતીને ભાજપ પાર્ટીમાંથી કાઢી મૂકે. મોટા ભાગના વકીલો પ્રમુખની વાતનું સમર્થન કર્યું.

યતીન ઓઝાએ વધુમાં જણાવ્યું કે, DCP રાજદીપસિંહ નકુમ સામે ચીફ જસ્ટિસની કોર્ટ દ્વારા લેવાયેલી સૂઓ મોટો અરજીમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા ઇન્ટરવેન્શન અરજી દાખલ કરવામાં આવશે. એડવોકેટ એસોસિએશનની મળેલી બેઠકમાં મુકેશ ગુજરાતીના નિવેદનને સખત શબ્દમાં વખોડી કાઢવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *