સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દૂકાનના સંચાલકને નકલી આઇએએસ તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક ભાણીને નોકરી અપાવવાના બહાને રૂૂ.25 લાખ લઇ ફરાર થઇ જનારા માસ્ટર માઇન્ડ મેહૂલ શાહની ધરપકડ કરાઇ છે. રાજસ્થાનના ઉદેયપુરની ગીતાંજલી હોટલ એન્ડ રિસોર્ટમાં 3 મહિનાથી મેનેજર તરીકે કામ કરતાં હોવાની જાણ થતાં પોલીસે ઝડપી સુરેન્દ્રનગર લાવી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે નકલી આઇએએસ તરીકેની ઓળખ આપનાર આરોપી મેહુલ શાહ અને તેના સાગરિતોએ ગુનાહિત કાવતરું રચી નજીકના સગાં મહિદીપસિંહ જાડેજાને પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે આપી હતી. તેમણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગાંધીનગર સચિવાલય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ લખાણ વાળું નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.
નોકરીની લાલચ આપી ફરિયાદીના ત્રણ સંતાનો, એક ભત્રીજો અને એક ભાણીને સરકારી નોકરી અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ, ફરિયાદી પાસેથી કુલ રૂૂ.25,00,000/- પચાવી પાડ્યા હતા. નોકરી નહી અપાવીને તેમજ રૂૂપિયા પરત નહી આપીને ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી. 7 મહિના બાદ છેતરપીંડી અને વિશ્વાસઘાત મામલે નાસતા ફરતા આરોપી મેહુલ શાહને રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના ગીરવા ખાતેથી ઝડપી પાડ્યો છે.અને સુરેન્દ્રનગર લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મેહુલ શાહ પોતે સાયન્ટિક વિભાગમાં અધિકારી હોવાનો દાવો કરતો હતો. બાળકોને નાસા, બેગલુરું પ્રવાસે લઇ જવાની વાત કરી શાળા સંચાલકોનો વિશ્વાસ કેળવતો હતો. નવી લેબ બનાવવા અને સ્કૂલ ખરીદવાની ઇચ્છા દર્શાવતો હતો. અસલાલીની એક સ્કૂલના સંચાલક પાસેથી તેણે રૂૂ.10 લાખ પડાવ્યાનું પણ કહેવાય છે. એટલું જ નહીં બોપલમાં 100 કરોડમાં સ્કૂલ ખરીદવાનો દાવો કરી ચાના બગીચા વેચ્યા બાદ કરોડો આવવાનું કહેતો હતો.
આરોપી મેહુલની માતા પારૂૂલબેને વર્ષ 2024માં કરાર કર્યો હતો. જેમાં રકમ આપનાર તરીકે જાડેજા મહિદીપસિંહ ફુલુભાના નામનો ઉલ્લેખ છે. આ રકમ કાયદેસરનું લેણું હોવાથી કાર્યવાહી માટે બંધાયેલા હોવાનો ઉલ્લેખ કર્યો છે.સાથો સાથ લોકોને વિશ્વાસમાં લેવા પોતાને એવોર્ડ પણ મળેલ હોવાના ફોટા બતાવતો અને સોશીયલ મિડીયામાં પણ વાઇરલ પોસ્ટ કરી છેતરપીંડી આચરતો હતો.
