કાળા જાદુના ડરથી ચોર 19 લાખ પરત મૂકી ગયો

આંધ્રપ્રદેશની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાઓપેટ નામના નાનકડા કસબામાં ચોરીની એક ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. બાલાજી આર્કેડ અપાર્ટમેન્ટમાં એક…

આંધ્રપ્રદેશની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ

આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાઓપેટ નામના નાનકડા કસબામાં ચોરીની એક ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. બાલાજી આર્કેડ અપાર્ટમેન્ટમાં એક બંધ ફ્લેટનું તાળું તોડીને ચોરો 20 લાખ રૂૂપિયા રોકડા અને 317 ગ્રામ સોનાના દાગીના ચોરી ગયા હતા. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે પણ તપાસ શરૂૂ કરી દીધી હતી. જોકે ચોરોના કોઈ સગડ મળી નહોતા રહ્યા. સોસાયટી અને ફ્લેટની બહારના સીસીટીવી કેમેરાના ફુટેજમાં પણ એ ઘટના કેદ ન થઈ હોવાથી પોલીસને શંકા હતી કે કોઈ પરિચિત વ્યક્તિએ જ આ ચોરી કરી હશે કાં કરાવી હશે, કારણ કે દરરોજ સવારે 30 મિનિટ માટે અપાર્ટમેન્ટમાં વીજળી બંધ રહેતી હતી.

આ સમયગાળાનો ફાયદો ઉઠાવીને કોઈ પરિચિત કે પરિવારજને જ આ ચોરી કરી હોય એવા નિર્ણય પર પોલીસ આવી હતી. દરમ્યાન જ થોડા દિવસ પહેલાં પીડિત પરિવારના ઘરની બહાર 19 લાખ રૂૂપિયા રોકડા મૂકીને ચોરો એક ચિઠ્ઠી પણ સાથે મૂકી ગયા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, ’હું મારા હિસ્સામાં આવેલા પૈસા પાછા આપી રહ્યો છું, પણ સોનાનાં ઘરેણાં બાબતે મને ખબર નથી. બસ, મારી વિનંતી એટલી જ છે કે ચોરને પકડવા માટે કોઈ કાળોજાદુ અને તંત્રમંત્ર ન કરાવશો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *