રાજકોટથી દ્વારકા વંદે ભારત ટ્રેનમાં સવારે જઈ સાંજે રિટર્ન થઇ શકાશે

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22925/22926)ના સમયપત્રકમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવેલા આ નવા સમયપત્રકથી રાજકોટના…

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22925/22926)ના સમયપત્રકમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવેલા આ નવા સમયપત્રકથી રાજકોટના યાત્રીઓને સવારે દ્વારકા-ઓખા જવાની સીધી અને અનુકૂળ સુવિધા મળી રહી છે.

નવા સમયપત્રક મુજબ ટ્રેન નં. 22925 સાબરમતી-ઓખા વંદે ભારત સવારે 06:15 વાગ્યે સાબરમતીથી રવાના થાય છે અને રાજકોટ પહોંચે છે 09:31 વાગ્યે. રાજકોટથી 09:36 વાગ્યે પ્રસ્થાન કરીને આ ટ્રેન દ્વારકા અને ઓખા પહોંચે છે બપોરે 13:20 વાગ્યે. આથી રાજકોટ અને આસપાસના વિસ્તારના યાત્રીઓ હવે સવારે ઘરેથી નીકળીને દિવસ દરમિયાન દ્વારકા પહોંચી શકે છે. અગાઉ આવી સવારની સીધી અને ઝડપી સુવિધા ઉપલબ્ધ નહોતી.

ટ્રેન નં. 22925 સાબરમતીથી 06:15 વાગ્યે રવાના થઈને આંબલી રોડ પર 06:23/06:25 વાગ્યે રોકાય છે. રાજકોટ પહોંચ્યા બાદ 09:36 વાગ્યે આગળ વધીને બપોરે 13:20 વાગ્યે ઓખા પહોંચે છે. વળતી ટ્રેન 22926 ઓખાથી સાંજે 16:45 વાગ્યે રવાના થઈને રાજકોટ 19:44/19:49 વાગ્યે પહોંચે છે, અમદાવાદ માટે સાંજે 7:44 કલાકે ઉપડશે, રાત્રે 11:10 સાબરમતી પહોંચશે અને રાત્રે 23:10 વાગ્યે સાબરમતી આવે છે. આ ફેરફારો સાથે ટર્મિનલ સ્ટેશન હવે અમદાવાદની જગ્યાએ સાબરમતી જંક્શન (જેલ સાઇડ) કરવામાં આવ્યું છે. આંબલી રોડ પર નવો હોલ્ટ પણ આપવામાં આવ્યો છે.

ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલે છે અને મંગળવારે બંધ રહે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ ફેરફારો યાત્રીઓની સુવિધા અને સૌરાષ્ટ્ર-અમદાવાદ વચ્ચે બહેતર કનેક્ટિવિટી માટે કરવામાં આવ્યા છે. રાજકોટથી દ્વારકા જવા માગતા યાત્રીઓ માટે સવારની આ વંદે ભારત સેવા ખૂબ જ અનુકૂળ સાબિત થશે. યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે સફર પહેલાં NTES એપ અથવા રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી અપડેટેડ સમયપત્રકની ખાતરી કરી લે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *