15મી ઓગસ્ટ પૂર્વે પોલીસનું મેગા ચેકિંગ: છરી સાથે 12, દારૂ પીને વાહન ચલાવતા 19 ઝડપાયા

આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર…

આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ સુરક્ષા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ દ્વારા પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારો તેમજ મુખ્ય જાહેર માર્ગો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ વિશેષ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે છરી લઈને ફરતા 12 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત, પીધેલી હાલતમાં વાહન ચલાવી પોતાના તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા 19 લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.

દારૂૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન પોલીસે દેશી દારૂૂના 7 ગુના નોંધીને જપ્ત કરાયેલા દેશી દારૂૂના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ સાથે જ વિદેશી દારૂૂના પણ 3 ગુના દાખલ કરવામાં આવ્યા હતા.સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સરપ્રાઈઝ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.

TRBના ઉઘરાણા માટે ફરજ પરના પોલીસ કર્મી જવાબદાર
રાજકોટ શહેરમાં ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનો દ્વારા વાહન ચાલકોને રોકીને ગેરકાયદેસર રીતે ઉઘરાણા કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ અંગે કોંગ્રેસની આ રજૂઆતને ગંભીરતાથી લેતા શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ટ્રાફિક શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક સૂચનાઓ જારી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક બ્રિગેડનું મૂળ કામ માત્ર રસ્તા પર ટ્રાફિકનું નિયમન કરવાનું છે, તેમને વાહન ચાલકોને રોકવાનો કે વસૂલાત કરવાનો કોઈ અધિકાર નથી. વધુમાં તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ ટ્રાફિક બ્રિગેડ જવાન ઉઘરાણા કરતો ઝડપાશે, તો તેની સાથે ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી સામે પણ કડક પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *