યાત્રાધામ સોમનાથની 23 રેસ્ટોરેન્ટ-હોટલમાં ફૂડ શાખા ત્રાટકી, વાસી ખાદ્યસામગ્રીનો નાશ

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર થનાર હોય, યાત્રાળુઓને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તથા ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી આરોગ્યને…

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવર થનાર હોય, યાત્રાળુઓને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તથા ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એન. વાઘેલાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન કુલ 23 રેસ્ટોરન્ટ/ખાદ્ય વ્યવસાય સ્થળોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળી આવેલ વાસી, અખાદ્ય તથા મુદતબાહ્ય કુલ 34 કિલોગ્રામ જેટલો ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સંબંધિત ખાદ્ય વ્યવસાયકારોને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા, ખાદ્ય પદાર્થોના સંગ્રહ, તૈયાર કરવા તથા વેચાણ દરમિયાન સ્વચ્છતા અને જરૂૂરી હાઇજેનિક ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના મુજબ યાત્રાળુઓના આરોગ્ય અને જાહેર હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી આગામી દિવસોમાં પણ સોમનાથ તથા આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણ સ્થળોની સતત તપાસ અને દેખરેખ રાખવા માટે નિયુક્ત અધિકારી (Designated Officer), ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગીર સોમનાથને જરૂૂરી આદેશો આપવામાં આવ્યા છે.

ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, સ્વચ્છતા તથા સલામતી અંગે કોઈપણ પ્રકારની બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન જણાશે તો સંબંધિત જવાબદાર વ્યક્તિ/સંસ્થા વિરુદ્ધ Food Safety and Standards Act, 2006 તથા તે હેઠળના લાગુ પડતા નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *