રાજકોટ સ્થાયી થયેલા ખંભાળિયાવાસીઓનું અનોખું સહપરિવાર સ્નેહ મિલન યોજાયું

– મોટી સંખ્યામાં પરિવારજનોએ ઉપસ્થિત રહી, લાગણીઓ સેર કરી –   ‘માદરે વતન’ એટલે આપણી માતૃભૂમિ કે જન્મભૂમિ. આ એક એવો શબ્દ છે જે સાંભળતા…

– મોટી સંખ્યામાં પરિવારજનોએ ઉપસ્થિત રહી, લાગણીઓ સેર કરી –

 

‘માદરે વતન’ એટલે આપણી માતૃભૂમિ કે જન્મભૂમિ. આ એક એવો શબ્દ છે જે સાંભળતા જ દિલમાં પ્રેમ અને યાદો જાગી ઊઠે છે. વ્યક્તિ ગમે ત્યાં જાય, પણ પોતાના વતન માટેનો લગાવ ક્યારેય ઓછો થતો નથી. આવું જ કંઈક મૂળ ખંભાળિયા ગામના વતની અને હાલ રાજકોટમાં હંગામી અથવા કાયમી રીતે સ્થાયી થયેલા વતનપ્રેમીઓએ કરી બતાવ્યું. બુધવાર તા. 12 ના રોજ રાજકોટમાં રૈયા રોડ સ્થિત પરિશ્રમ હોટલ ખાતે એક લાગણીસભર સ્નેહમિલન ખંભાળિયાના વતનીઓ દ્વારા રાખવામાં આવ્યું હતું.

જેમાં ખંભાળિયાના મૂળ વતનીઓ અને હાલમાં રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવીને અહીં રહેતા હોય એવા અંદાજિત 150 જેટલા વ્યક્તિઓ પરીવાર સહિત એકઠા થયા હતા. અહીં એક જ પરિવારના સભ્યોની જેમ એકબીજા સાથેના વિચારોની આપ-લે તેમજ એકબીજાને કઈ રીતે મદદગાર થઈ શકે છે તેની લાગણીઓ સેર કરવામાં આવી હતી. ખંભાળિયાથી જુદા જુદા ક્ષેત્રમાં ધંધાર્થે અને નોકરી માટે ગયેલા આ બધા જ ખંભાળિયાવાસીઓ એક જ સ્થળે એકઠા થયા હતા. અને ખંભાળિયાની ખ્યાતિ પામેલા બધી જ સ્થળ તેમજ વાતોને વાગોળી હતી.

રાજકોટમાં આ રીતે પ્રથમ વખત ઉપસ્થિત રહેલા તમામ મૂળ ખંભાળિયાના પરંતુ હાલ રાજકોટના વતની બનેલા ખંભાળિયાના નગરજનોએ આ સ્નેહમિલનના આયોજનને વધાવ્યું હતું. તેમજ ભવિષ્યમાં આવી રીતે એક ચોક્કસ સમય અંતરે મળવાના નિશ્ચયથી છૂટા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *