વોર્ડ ઓફિસના રંગરેલિયાકાંડની તપાસના આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન

રાજકોટ મહાનગરપાલિકાની કચેરી એટલે કે જાણે પ્રેમલીલા કરવા માટેનું સલામત સ્થળ એવુ માનીને એક વોર્ડ ઓફિસના અધિકારી અને એક મહિલા કામદાર ઓફિસનો ટાઇમ પુરો થયા…

રાજકોટ મહાનગરપાલિકાની કચેરી એટલે કે જાણે પ્રેમલીલા કરવા માટેનું સલામત સ્થળ એવુ માનીને એક વોર્ડ ઓફિસના અધિકારી અને એક મહિલા કામદાર ઓફિસનો ટાઇમ પુરો થયા બાદ કચેરીની અંદર જ ચુમ્માચાટી કરતા હોય તેવો લાઇવ ભાંડાફોડ અધિકારીથી દાઝેલા એક ખાર ભરાયેલા કર્મચારીએ ગુપ્ત કેમેરા ગોઠવીને કેમેરામાં કેદ કરી લીધુ હતુ અને કોઇજાણે કેવી રીતે આ વિડિયો ક્લીપ લીક થઇ જતાં મહિલા કામદાર અને અધિકારીના રંગરેલિયા છાપરે ચડીને છતા થયા હતા.

‘ગુજરાત મિરર’એ તા.11 ઓગસ્ટના રોજ આ રંગરેલિયા પ્રણયફાગને સચિત્ર પ્રકાશમાં લાવ્યા બાદ સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ આ વાતને અતિ ગંભીરતાથી લઇને તપાસના આદેશ કર્યા છે. પરણિત પ્રેમી પંખીડા કર્મચારીઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના હોવાની ચર્ચાના પગલે સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇએ શાખા અધિકારી પ્રજેશ સોલંકીને એવો આદેશ કર્યો છે કે, વિડિયો તાજેતરનો હોય કે જુનો હોય, આ બન્ને પ્રેમી પંખીડાને ગમે તેમ કરીને ઓળખ મેળવી તેની સામે તાત્કાલિક કડકમાં કડક પગલાં લ્યો. એટલુ જ નહીં આ જ વોર્ડ ઓફિસના કબાટમાં દારૂૂના ચારથી પાંચ ચપલા પણ નીકળ્યા હતા જે વાયરલ થયેલા વિડિયોમાં પણ સ્પષ્ટ દેખાય છે.

રાજકોટ મહાનગરપાલિકાની સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વોર્ડ ઓફિસને લઈને વિવાદ સર્જાયો છે. વોર્ડ ઓફિસના અધિકારી અને એક પરિણીત મહિલા કામદાર વચ્ચે કચેરીના પરિસરમાં કથિત અંગત સંબંધો હોવાનો દાવો કરતી તસવીર સામે આવી છે. સાથે જ કચેરીના કબાટમાંથી દારૂૂના ક્વાર્ટર મળી આવ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે સામે આવ્યા બાદ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે મીડિયા મારફતે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો વાયરલ વીડિયો અને તેમાં દર્શાવવામાં આવેલી વિગતો સાચી હશે તો તેને અત્યંત ગંભીર અને શરમજનક બાબત ગણવી પડશે. પરેશ પીપળીયાના જણાવ્યા પ્રમાણે, સરકારી કચેરીમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી શકાય નહીં. સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને બોલાવી તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવશે.

 

કહેવાતો કામદાર યુનિયન આગેવન ‘તોડ’ કરવા પણ પહોંચી ગયો
‘મારી પાસે તમારી અઢળક વીડિયો ક્લિપ છે’ તેમ કહી પૈસા પડાવવાનો પ્રયાસ ચાલુ કર્યાની ચર્ચા
ચોક્કસ અધિકારી અને એ જ વોર્ડની મહિલા કામદારના રંગરેલિયા પ્રકરણમાં ઉડીને ઝંપલાવનાર કહેવાતા કામદાર આગેવાને તોડનો ખેલ ખેલવાની તક ઝડપી લીધી હોવાનું એક વિશ્વસનીય અધિકારી દ્વારા વાત જાણવા મળી છે. આ કહેવાતા કામદાર આગેવાને રંગીન મીજાજી અધિકારી સુધી એવો સંદેશો પહોંચાડ્યો છે કે ‘મારી પાસે તમારી પ્રેમલીલાની અઢળક વિડિયો કલીપ આવી છે.’ તેમ કહીને ચોક્કસ રકમનો તોડ માગ્યો હોવાનુ કહેવાય છે. જો કે અઢળક વિડિયો ક્લીપ હોવાની વાત હવામાં ગોળીબાર કરવા સમાન છે કે કેમ? તે અંગે હજુ વધુ પ્રકાશમાં આવ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *