જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા માગણી

જામનગર જિલ્લા પંચાયતના સભ્ય ઉર્મિલાબેન જયંતીભાઈ મારવિયા અને પુર્વ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા જે.પી.મારવીયા એ મુખ્યમંત્રીને પત્ર લખી બંને જિલ્લાઓમાં તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ…

જામનગર જિલ્લા પંચાયતના સભ્ય ઉર્મિલાબેન જયંતીભાઈ મારવિયા અને પુર્વ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા જે.પી.મારવીયા એ મુખ્યમંત્રીને પત્ર લખી બંને જિલ્લાઓમાં તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ જાહેર કરી ખેડૂતોને રાહત આપવાની કરી ઉગ્ર રજૂઆત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અનિયમિતતા અને ખેંચાયેલા ચોમાસાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતાં વાવેતર કરાયેલા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર જિલ્લા પંચાયતના સભ્ય ઉર્મિલાબેન જયંતીભાઈ મારવિયા અને જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના પૂર્વ નેતા જે પી મારવીયા એ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.

ઉર્મિલાબેન મારવિયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે બંને જિલ્લાઓમાં સરેરાશની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવા છતાં અનેક ગામોમાં પૂરતા વરસાદના અભાવે ખેડૂતોના પાકને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ ખેંચાતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોએ મગફળી, કપાસ, મગ, તલ, અડદ, તુવેર સહિતના વિવિધ પાકોનું વાવેતર કરી ભારે ખર્ચ કર્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને વધતા ખેતી ખર્ચ વચ્ચે વરસાદની અછત ખેડૂતો માટે ’આવક સામે ખર્ચ’નું ગણિત વધુ કપરું બનાવી રહી છે. પાકને બચાવવા ખેડૂતોને સિંચાઈ માટે વધારાનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

નર્મદાનું પાણી પહોંચાડવા અને પાણી સંગ્રહ પર ભાર મૂકતા ઉર્મિલાબેન મારવિયા એ સરકાર સમક્ષ માંગ કરી છે કે સૌની યોજના મારફતે નર્મદા નું પાણી જામનગર અને દેવભૂમિ દ્વારકાના જરૂૂરિયાતમંદ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે. સાથે જ ચેકડેમ, તળાવો તથા વહી જતી નદીઓમાં પાણી રોકવા માટે તાત્કાલિક જરૂૂરી વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે અને ઉભા પાકને બચાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *