અનમોલ પાર્કના યુવાને આર્થિક ભીંસથી આજીડેમ ગાર્ડનમાં ઝેર પી જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં આર્થિકભીંસના કારણે આત્મહત્યાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં અનમોલ પાર્કમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી આજીડેમ ગાર્ડનમાં ઝેરી દવા પી…

રાજકોટમાં આર્થિકભીંસના કારણે આત્મહત્યાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં અનમોલ પાર્કમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી આજીડેમ ગાર્ડનમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા વિશાલ પ્રવીણભાઈ પંડ્યા નામનો 39 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં આજીડેમ નજીક આવેલા પક્ષીઘર પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિશાલ પંડ્યા બે ભાઈમાં નાનો હતો અને તેને સંતાનમાં એક 14 વર્ષની પુત્રી છે વિશાલ પંડ્યા એચ.જે. સ્ટીલમાં કામ કરતો હતો વિશાલ પંડ્યાએ આર્થિક સંકડામણથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *