રેશનિંગના અનાજના કાળા-ધોળા કરતા પાંચ વેપારીને 8.20 લાખનો દંડ

રાજકોટ જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ગેરરીતિઓ ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ…

રાજકોટ જિલ્લામાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને ગેરરીતિઓ ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પુરવઠાધિકારી દ્વારા સસ્તા અનાજની ફેર પ્રાઈસ શોપ ચલાવતા અનિયમિત દુકાનદારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે જિલ્લાના વેપારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોનું અચાનક નિરીક્ષણ અને ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અનેક દુકાનોમાં અનાજના જથ્થામાં મોટી વધઘટ, સરકારી નિયમો વિરુદ્ધ સ્ટોકમાં તફાવત તેમજ જરૂૂરિયાતમંદ અને ગરીબ લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ ન આપવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદો અને પુરાવાઓના આધારે તંત્ર દ્વારા દંડની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં કિશોરભાઈ જેઠાનંદ હેમનાણી જેતપુર રૂૂ. 2,29,986 નો દંડ. વારસકીયા લક્ષ્મીબેન રામજીભાઈ જામટીંબડી રૂૂ. 2,55,454 નો દંડ. ગાંડુભાઈ પોલાભાઈ ગુજરાતી કેરાળી રૂૂ. 1,53,282 નો દંડ. બાલીયા મૌનાબેન સંજયભાઈ સાંખડા રૂૂ. 1,30,804 નો દંડ.જયંતીભાઈ ગોરધનભાઈ રાજપરા વિંછીયા રૂૂ. 50,632 નો દંડ. આમ, ઉપરોક્ત તમામ પાંચ દુકાનદારો પાસેથી મળીને કુલ રૂૂ. 8,20,158 ની માતબર રકમનો દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *