સૂર્યકુમાર યાદવ ‘જિતો પ્રીમિયર લીગ’નો બ્રેન્ડ-ઍમ્બેસેડર બન્યો

ભારતના ભૂતપૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતની સૌથી મોટી કમ્યુનિટી ક્રિકેટ લીગ જિતો પ્રીમિયર લીગ (JPL))ની પ્રથમ આવૃત્તિ માટે બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.…

ભારતના ભૂતપૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતની સૌથી મોટી કમ્યુનિટી ક્રિકેટ લીગ જિતો પ્રીમિયર લીગ (JPL))ની પ્રથમ આવૃત્તિ માટે બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ લીગ 24 ઑગસ્ટથી પાંચ સપ્ટેમ્બર દરમ્યાન શ્રીલંકામાં કોલંબો ખાતે રમાશે. આ ટુર્નામેન્ટમાં જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરતા દેશભરના લગભગ 250 શ્રેષ્ઠ ક્રિકેટરો 12 ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી ભાગ લેશે અને કુલ 33 મેચ રમાશે.

દરેક મેચનું જીવંત પ્રસારણ અગ્રણી OTT પ્લેટફોર્મ્સ, ડિજિટલ સ્પોર્ટ્સ ચેનલો અને ક્રિકેટ સ્કોરિંગ ઍપ્લિકેશનો પર કરવામાં આવશે. સૂર્યકુમાર યાદવ ઉદ્ઘાટન સમારોહ અને પ્રથમ મેચમાં હાજરી આપે એવી અપેક્ષા છે. જિતો પ્રીમિયર લીગનું આયોજન જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO)ની ઍપેક્સ ટીમના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *