‘હર ઘર તિરંગા’, રાજકોટને સરકારે આપ્યા 1 લાખ તિરંગા

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે. શહેરના બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ખાતે આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી આ યાત્રા નીકળશે. જેમા 15 હજારથી વધુ લોકોને જોડાય તેવી ધારણા છે. ઉજવણીના ભાગરૂૂપે શહેરના હર એક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ પર ત્રિરંગો શાનથી લહેરાય તેવી ઉમદા ભાવના સાથે મનપાએ હર ઘર તિરંગા માટેનું આયોજન પણ કર્યુ છે. સરકારે રાજકોટને 1 લાખ રાષ્ટ્ર્યિ ધ્વજ મોકલ્યા છે. આવતીકાલથી તમામ વોર્ડ ઓફિસમાં કાપડમાંથી બનેલા ધ્વજનું વિતરણ વિનામુલ્યે કરવામા આવશે.

આ અગાઉ ત્રિરંગા યાત્રાનું આયોજન થયુ હતુ ત્યારે સમગ્ર શહેરમાં દેશભક્તિની એક અલગ જ મિશાલ જોવા મળી હતી. બાળકોથી માંડી વૃધ્ધો સહિત સેંકડોની સંખ્યામાં દેશભક્ત રાજકોટવાસીઓ જોડાયા હતા. આ વખતે પણ આવા જ સ્વરૂૂપ સાથે 15મી ઓગસ્ટની ઉજવણી માટે આખુ અઠવાડિયુ વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાવાના છે. ખાસ કરીને ત્રિરંગા યાત્રાનો એક અનોખો ક્રેઝ આ વખતે પણ રહે તેવો માહોલ બનાવવા મેયર ડો.નેહલ શુક્લે આયોજની તૈયારી માટે મિટિંગ રાખી હતી.

તમામ વોર્ડના નગરસેવકો અને મનપાના અધિકારીઓને મિટિંગમા હાજર રખાયા હતા અને ત્રિરંગા યાત્રામાં તમામ નગરસેવકોએ પોતાના વોર્ડમાંથી શક્ય તેટલા વધુ લોકોને આવે તેવો પ્રયાસ કરવાનો આગ્રહ મેયરે રાખ્યો હતો. આ અંગે મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ કે, દર વખતની જેમ આ વખતે પણ તા.13ના રોજ સવારે 9 વાગ્યે બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ચોકમાં આવેલી મહત્માગાંધીની પ્રતિમા સુધી ત્રિરંગા યાત્રા યોજાશે.

ઉજવણીના આયોજન માટે યોજાયેલી મિટિંગમાં મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ, ડી. સી. પી. જગદીશ બાંગરવા, રેસી. એડી. કલેકટર બારોટ, ડેપ્યુટી કમિશનરઓ પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ. સમીર ધડુક તેમજ તેમજ વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *