10 વર્ષ બાદ બિગબોસ બાંગ્લાની એન્ટ્રી, સૌરવ ગાંગુલી હોસ્ટ કરશે

રિયાલિટી શો બિગ બોસ ખુબ ફેમસ છે. આ વર્ષે બિગ બોસ બાંગ્લા પરત ફરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આ શોને…

રિયાલિટી શો બિગ બોસ ખુબ ફેમસ છે. આ વર્ષે બિગ બોસ બાંગ્લા પરત ફરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આ શોને હોસ્ટ કરશે. હોસ્ટ તરીકે તે આ શોથી ડેબ્યુ કરશે. આ રિયાલિટી શો હોસ્ટ કરવા માટે જલસા સાથે 125 કરોડ રુપિયાનો કરાર કર્યો છે.

બિગ બોસ બાંગ્લા 10 વર્ષ પછી નવી સીઝન સાથે વાપસી કરી રહ્યો છે. સ્ટાર જલસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બિગ બોસ બાંગ્લાનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં પ્રિન્સ ઓફ કોલકાતાના તેના નવા રોલમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ શો પોતાની ત્રીજી સીઝન સાથે વાપસી કરવા જઈ રહ્યો છે.યુઝર્સ બિગ બોસ બાંગ્લાને લઈ ઉત્સાહિત છે.બિગ બોસ બાંગ્લા ઓગ્સ્ટમાં શરુ થશે.

ગાંગુલીએ યાદ કર્યું કે તેમની પુત્રી સના ગાંગુલીએ પૂછ્યું હતું કે શું તેઓ બિગ બોસના ઘરની અંદરના સંઘર્ષોને મેનેજ કરી શકશે. તેમણે કહ્યું હું બધું મેનેજ કરીશ જેમ મેં ફાસ્ટ બોલરોને મેનેજ કર્યા છે,શોના પ્રમોશનલમાં ચામડાના કપડાવાળા દેખાવ પર ટિપ્પણી કરતા, ગાંગુલીએ મજાકમાં કહ્યું, મારું ચામડાનું જેકેટ મારા કરતા વધુ લોકપ્રિય બન્યું છે.

તેમના પોતાના ઘરમાં વાસ્તવિક ‘બિગ બોસ’ કોણ છે તે પૂછવામાં આવતા, ગાંગુલીએ હસીને જવાબ આપ્યો, મારી પત્ની કે મારી પુત્રી નહીં. સાચી બિગ બોસ મારી માતા છે.ગાંગુલી દ્વારા હોસ્ટ કરાયેલ, બિગ બોસ બાંગ્લા 30 ઓગસ્ટના રોજ સ્ટાર જલ્શા અને જિઓહોટસ્ટાર પર પ્રીમિયર થશે.હોસ્ટ તરીકે ગાંગુલી બંગાળી ટેલિવિઝન પર પહેલેથી જ એક પરિચિત ચહેરો છે.બિગ બોસ બાંગ્લા છેલ્લે 2016 માં કલર્સ બાંગ્લા પર પ્રસારિત થયું હતું, જેમાં જીતે બીજી સીઝન હોસ્ટ કરી હતી. 2013માં ટેલિકાસ્ટ થયેલી પહેલી સીઝન મિથુન ચક્રવર્તીએ હોસ્ટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *