રાજકોટમાં ગુરુવારે તિરંગા યાત્રા, 15 હજારથી વધુ લોકો જોડાવાની ધારણા

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા…

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ-રાષ્ટ્રીય પર્વ સપ્તાહની ઉજવણી થનાર છે. એક સપ્તાહ સુધી વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાનાર છે. જેના ભાગરૂૂપે તા.13મીને ગુરુવારે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યુ છે. શહેરના બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ખાતે આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી આ યાત્રા નીકળશે. જેમા 15 હજારથી વધુ લોકોને જોડાય તેવી ધારણા છે. કાર્યક્રમના આયોજન માટે મેયર ડો.નેહલ શુક્લે આજે તમામ કોર્પોરેટરોની મિટિંગ બોલાવી હતી. ટુંક સમયમાં જ શાળા-કોલેજ અને વિવિધ સંસ્થાઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામા આવ્યુ છે.

આ અગાઉ ત્રિરંગા યાત્રાનું આયોજન થયુ હતુ ત્યારે સમગ્ર શહેરમાં દેશભક્તિની એક અલગ જ મિશાલ જોવા મળી હતી. બાળકોથી માંડી વૃધ્ધો સહિત સેંકડોની સંખ્યામાં દેશભક્ત રાજકોટવાસીઓ જોડાયા હતા. આ વખતે પણ આવા જ સ્વરૂૂપ સાથે 15મી ઓગસ્ટની ઉજવણી માટે આખુ અઠવાડિયુ વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાવાના છે. ખાસ કરીને ત્રિરંગા યાત્રાનો એક અનોખો ક્રેઝ આ વખતે પણ રહે તેવો માહોલ બનાવવા મેયર ડો.નેહલ શુક્લે આયોજની તૈયારી માટે મિટિંગ રાખી હતી. તમામ વોર્ડના નગરસેવકોને મિટિંગમા હાજર રખાયા હતા અને ત્રિરંગા યાત્રામાં તમામ નગરસેવકોએ પોતાના વોર્ડમાંથી શક્ય તેટલા વધુ લોકોને આવે તેવો પ્રયાસ કરવાનો આગ્રહ મેયરે રાખ્યો હતો.

આ અંગે મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ કે, દર વખતની જેમ આ વખતે પણ બહુમાળી ભવન ચોકથી જ્યુબિલી ચોકમાં આવેલી મહત્માગાંધીની પ્રતિમા સુધી ત્રિરંગા યાત્રા યોજાશે. જેમા વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડીને તેમનામાં દેશભક્તિનો ભાવ વધુ જગાવવા માટેની એક લાગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *