મોરબીમાં ‘તને શેનો પાવર આવી ગયો છે’ તેમ કહી યુવાન ઉપર એક શખ્સ ધોકા વડે તૂટી પડ્યો

મોરબીના શકતસનાળા ગામે રહેતા યુવકને એક શખ્સે તને શેનો પાવર આવી ગયો છે. તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…

મોરબીના શકતસનાળા ગામે રહેતા યુવકને એક શખ્સે તને શેનો પાવર આવી ગયો છે. તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના શકતસનાળા ગામે રહેતા ગૌતમ ખીમજીભાઇ સોલંકી (ઉ.વ.24) રાત્રીના સમયે ગામમા હતો. ત્યારે રાજુ નામના શખ્સે તને શેનો પાવર આવી ગયો છે તેમ કહી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉ5રાંત બીજા બનાવમાં ગોંડલમાં નાગડકા રોડ પર આવેલી કંપનીમાં કામ કરતો શંકરલાલ મનારામ ઘરાસીયા નામનો 21 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સાંજના સમયે કંપનીની કેન્ટીમાં રસોઇ બનાવતો હતો. ત્યારે અકસ્માતે દાઝી ગયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *