લોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવક

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાના વિવિધ સ્ટોલો અને પ્લોટસની હરાજીમાંથી જ તંત્રને 3 કરોડ જેવી માતબર રકમની આવક થઇ છે. મોટાભાગના સ્ટોલમાં અપસેટ પ્રાઇઝ કરતા…

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાના વિવિધ સ્ટોલો અને પ્લોટસની હરાજીમાંથી જ તંત્રને 3 કરોડ જેવી માતબર રકમની આવક થઇ છે. મોટાભાગના સ્ટોલમાં અપસેટ પ્રાઇઝ કરતા ઉચી બોલી લાગતા તંત્રની તિજોરી છલકાય ગઇ છે.

આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે આઇસ્ક્રીમના સ્ટોલની હરાજી યોજાઇ હતી. જેમાં તંત્રને અપસેટ પ્રાઈઝ કરતા વધુ ભાવ મળ્યા છે. મૂળ કિંમત 4,80,000 છે પરંતુ વેપારીઓ દ્વારા 7 લાખ સુધી આઈસ્ક્રીમની બોલી લગાવી હતી. તેમજ અન્ય સ્ટોલો પણ 6 લાખ સુધીની કિંમતમાં વેચાતા લોકમેળા સમિતિના મોટા પ્રમાણમાં આવક થવા પામી છે.

17 સ્ટોનના આઈસક્રીમના એક કરોડ આઠ લાખની આવક થવા પામી છે.ખાણીપીણીના સ્ટોલ નાની ચકરી મધ્યમ ચકેડી, આઇસ્ક્રીમ સહિત તમે મારા જેવો આજે પૂર્ણ થાય છે અને તંત્રને ત્રણ કરોડથી પણ વધુની આવક થવા પામી છે.

જ્યારે આજે સાંજ સુધીમાં આજે મંડપ સર્વિસનું ટેન્ડર ખુલશે. તે 80થી 85 લાખમાં તેવી શક્યતા છે. જ્યારે લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં શરૂૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે, ત્યારે મેળામાં વ્યવસ્થા અને મનોરંજન માટે ઊભા કરવામાં આવતા વિવિધ સ્ટોલની હરાજી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજે ખાણીપીણી અને આઇસ્ક્રીમના સ્ટોલની હરાજી પૂર્ણ થતાં લોકમેળા સમિતિને કરોડો રૂૂપિયાની માતબર આવક થવા પામી છે.

આ વર્ષે લોકમેળામાં કુલ 228 જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવશે. જેમાં ખાણીપીણી, નાની-મધ્યમ-મોટી ચકડોળ, રમકડાં અને આઇસ્ક્રીમના સ્ટોલનો સમાવેશ થાય છે. મેળામાં આવતા સહેલાણીઓ માટે પૂરતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે આઇસ્ક્રીમના સ્ટોલ માટે હરાજી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં તંત્રને અપસેટ પ્રાઈઝ કરતાં ઘણો વધુ ભાવ મળ્યો છે. આઇસ્ક્રીમના સ્ટોલની મૂળ કિંમત 4,80,000 રાખવામાં આવી હતી, પરંતુ વેપારીઓ દ્વારા ભારે સ્પર્ધા થતાં બોલી 7 લાખ સુધી પહોંચી ગઈ હતી. અન્ય સ્ટોલ પણ 6 લાખ સુધીની કિંમતમાં વેચાયા હતા. માત્ર 17 આઇસ્ક્રીમના સ્ટોલની હરાજીમાંથી તંત્રને અંદાજિત 1 કરોડ 8 લાખ રૂૂપિયાની આવક થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *