અજીત અગરકરના સ્થાને VVS લક્ષ્મણ બનશે ચીફ સિલેક્ટર?

અજિત અગરકર છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ હવે તેમનું પદ જોખમમાં છે. શરૂૂઆતમાં એવું અનુમાન કરવામાં આવી…

અજિત અગરકર છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ હવે તેમનું પદ જોખમમાં છે. શરૂૂઆતમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે અગરકર 2027ના ઓડીઆઇ વર્લ્ડ કપ સુધી આ ભૂમિકામાં ચાલુ રહી શકે છે. જોકે, BCCI હવે આ બાબત પર પુનર્વિચાર કરી રહ્યું છે.
16 જુલાઈના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણીની બીજી મેચ કાર્ડિફમાં રમાઈ રહી હતી. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 19 જુલાઈએ લંડનના લોર્ડ્સમાં રમાનારી ત્રીજી ઓડીઆઇ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે.

અહેવાલમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પસંદગીકારોએ તેને કહ્યું હતું કે કાં તો સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર કરે નહીં તો ભવિષ્યમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં. રોહિત શર્માએ તે મેચમાં સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.

મીડિયા અહેવાલ મુજબ, મુખ્ય પસંદગીકાર તરીકે અગરકરનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં સમાપ્ત થવાનો હતો અને તેને લંબાવવા અંગે ચર્ચાઓ થઈ હતી. રોહિત શર્માની નિવૃત્તિને લગતા વિવાદ બાદ BCCI નારાજ છે. પરિણામે અજિત અગરકરનું પદ જોખમમાં છે અને હવે તેમનો કરાર એક વર્ષ માટે લંબાવવાની શક્યતા ઓછી છે. જો કે, રોહિતે આમાં કોઈ સીધી ભૂમિકા ભજવી નથી, પરંતુ તેની સદીથી વધુની ઇનિંગ્સ પસંદગીકારોના પ્લાન પર ભારે પડી હતી.

અજિત અગરકર સપ્ટેમ્બર 2027 સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર રહેશે. જોકે, BCCIની વાર્ષિક બેઠક સપ્ટેમ્બરમાં યોજાવાની છે, જે દરમિયાન અજિત અગરકરના ભવિષ્યનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, વીવીએસ લક્ષ્મણનું નામ સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે સામે આવ્યું છે. જો અગરકરનો કરાર લંબાવવામાં નહીં આવે, તો લક્ષ્મણ નવા મુખ્ય પસંદગીકાર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *