અનેક અઠવાડિયાં સુધી ચાલેલા અઘરાં ટાસ્ક, ડ્રામા અને જોરદાર સ્પર્ધા બાદ આખરે શ્રૈયા કાલરા ’લોક અપ 2’ની વિજેતા બની ગઈ છે. ફારાહ ખાન અને રિતેશ દેશમુખ દ્વારા સંચાલિત આ રિયલિટી શોની ગ્રેન્ડ ફિનાલેમાં શ્રેયાને ટ્રોફી અને એક કરોડ રૂૂપિયાની રોકડ ઇનામી રકમ પણ આપવામાં આવી છે.
શોના વિજેતાની પસંદગી પચીસ સભ્યોની જ્યુરીના મતદાનના આધારે કરવામાં આવી હતી. આ જ્યુરીમાં મીડિયા-પ્રતિનિધિઓ, શોના ભૂતપૂર્વ સ્પર્ધકો અને બહાર થઈ ચૂકેલા સ્પર્ધકોનો સમાવેશ હતો. મળતી માહિતી પ્રમાણે 18 જ્યુરી મેમ્બર્સ અને પાંચ ભૂતપૂર્વ સ્પર્ધકોએ શ્રેયાના પક્ષમાં મત આપ્યો હતો. આમ તેને કુલ 23 મત મળ્યા. બીજી તરફ શિવાંગી જોશીને અંદાજે 14થી 15 મત મળતા તે ફર્સ્ટ રનર અપ જાહેર થઇ હતી.
