પોલીસ ભરતીની લેખિત પરીક્ષા 23મીએ અમદાવાદમાં યોજાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાશે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા માટે ઉમેદવારો…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાશે. પોલીસ ભરતીની લેખિત પરીક્ષા માટે ઉમેદવારો 17 ઓગસ્ટના રોજ બપોરે 2:00 વાગ્યાથી ઘઉંઅજ વેબસાઇટ પરથી સરળતાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 172 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેના ભાગરૂૂપે આગામી 23 ઓગસ્ટના રોજ લેખિત પરીક્ષા યોજાશે.

બોર્ડ દ્વારા એક ખાસ રાહત આપતા જણાવવામાં આવ્યું છે કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ના ઉમેદવારોએ આ બન્ને ભરતીઓ માટે અરજી કરી છે, તેઓ એક જ પરીક્ષા કેન્દ્ર પર પોતાની પરીક્ષા આપી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વની જાહેરાત કરી છે.

લેખિત પરીક્ષાના ડાઉનલોડ કરી શકાશે. કોલ લેટર આ ભરતી પ્રક્રિયા હેઠળ વિવિધ ટેક્નિકલ પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.આ બાબતે કોમન ઉમેદવારોની સત્તાવાર યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે. જો કોઈ પાત્ર ઉમેદવારનું નામ આ યાદીમાં દર્શાવેલ ન હોય, તો તેઓ આગામી 10 ઓગસ્ટના રોજ સાંજે 5:00 વાગ્યા સુધી ભરતી બોર્ડ સમક્ષ પોતાની લેખિત રજૂઆત કરી શકશે. તમામ ઉમેદવારોએ સમયમર્યાદામાં જરૂૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *