ચૌધરી હાઇસ્કૂલ રોડ પર મદ્રાસ કાફે સીલ, અન્ય 1 પેઢીને નોટિસ

રાજકોટ મનપાની ફુડ શાખાએ ખાણીપીણીની વધુ 41 પેઢીમાં ચેકીંગ હાથ ધર્યું હતું. એ દરમિયાન ચૌધરી હાઇસ્કુલથી રમ ટોકીઝ તથા વચ્ચે આવતા જયહિન્દ મદ્રાસ કાફેમાં તપાસ…

રાજકોટ મનપાની ફુડ શાખાએ ખાણીપીણીની વધુ 41 પેઢીમાં ચેકીંગ હાથ ધર્યું હતું. એ દરમિયાન ચૌધરી હાઇસ્કુલથી રમ ટોકીઝ તથા વચ્ચે આવતા જયહિન્દ મદ્રાસ કાફેમાં તપાસ દરમિયાન નાકે ડુચા દેવા પડે તેવી ગંદકી રસોડામાં ખદબદતી હતી. ફ્રીજમાંથી સંગ્રહ કરી રખાયેલી વાસી ખાદ્ય સામગ્રી પણ મણી આવી હતી.
મદ્રાસ કાફે સીલ કરવાની કાર્યવાહી કરાતા મનપાની વીજીલન્સ પોલીસ સાથે માથાકુટ થઇ હતી. મદ્રાસ કાફેના સંચાલક પરિવારની એક મહીલાએ ઝેર પીવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે મનપાએ મદ્રાસ કાફે સીલ કરી વાસી સામગ્રીનો નાશ કર્યો હતો.

મદ્રાસ કાફે ઉપરાંત્ત શ્યામ એન્ડ કંપની (જૂનું માર્કેટ યાર્ડ, શોપ નંબર E69,) RTO પાસે પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપી સ્થળ પરથી લાલ મરચા પાવડર (લુઝ), ધાણાજીરું પાવડર (લુઝ), શંખ મસાલા ટર્મરિક પાવડર (500 લાસમ) ના કુલ 3 નમૂના લેવામાં આવેલ.

જયારે ક્રીશ નમકીન, નુતન સૌરાષ્ટ્ર આદિવાસી શેરી નંબર -2, મવડી બાયપાસ રોડ ખાતેથી દાજીયા તેલનો નાશ કરી હાઇજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપેલ તેમજ ₹₹3000 વહીવટી ચાર્જ વસૂલ કરેલ. આ ઉપરાંત સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (બાલાજી હોલ પાછળ, સરદાર પાર્ક સોસાયટી, શેરી નંબર -1, 150 ફૂટ રીંગ રોડ) હાઈજેનિક કન્ડિશન, સ્ટોરેજ તથા લાયસન્સ બાબતે નોટીસ આપી 120 લિટરનો એક્સપાયર જથ્થો તેમજ 10 કિલો પડતર લોટ નાશ કરી ₹₹1000 વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *