બુમરાહ ફિટ, શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે

ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. બુમરાહ તાજેતરમાં ઈંગ્લેન્ડ…

ભારતીય ક્રિકેટ ટીમ અને ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. બુમરાહ તાજેતરમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વનડે શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તે લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં રમી શક્યો ન હતો.

ઈજા બાદ તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે લાંબો સમય રિહેબિલિટેશન કર્યું હતું. જ્યાં આખરે તબીબી ટીમે તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરીને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું છે. શ્રીલંકા સામે 15 ઓગસ્ટથી શરૂૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે અગાઉ જાહેર કરાયેલી ટીમમાં બુમરાહનો સમાવેશ કરાયો હતો, પરંતુ તે તેની પસંદગી ફિટનેસ ટેસ્ટ પર નિર્ભર હતી. હવે ફિટનેસ ટેસ્ટ પાસ થતા બુમરાહ શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે. તે નવેમ્બર 2025 પછી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *