ગુજરાતમાં મેઘતાંડવ: 255 તાલુકામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ

  ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો…

 

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 255 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયો છલકાયા છે.

આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટની આગાહી છે. ત્યારે સવારના બે કલાકમાં જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ અમદાવાદ, રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જામનગર, જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના 10 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જરૂરી સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *