જયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જયનગરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જયનગરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા રોડ પર જયનગરમાં રહેતી રેખાબેન કુમારભાઈ વસાવા નામની 35 વર્ષની પરિણીતા બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી રેખાબેન વસાવાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક રેખાબેન વસાવાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. રેખાબેન વસાવા 15 દિવસથી લીવરની બિમારીમાં સપડાયા હતાં. રેખાબેન વસાવાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *