ગુજરાતમાં 112 જનરક્ષક વાહનો માટે અલગ પોલીસ મહેકમ ઊભું કરવાનો નિર્ણય લેવાયો છે. 902 વાહનો માટે નવો સ્ટાફ તૈનાત કરાશે અને શિફ્ટના કલાકો નક્કી કરાયા છે.
ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓને વધુ સુદ્રઢ કરવાના હેતુથી 112 જનરક્ષક વાહનોને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. 112 સેવાઓ માટે હયાત સ્ટાફની જગ્યાએ હવે જિલ્લા અને શહેર કક્ષાએ એક અલગ જ પોલીસ મહેકમ ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી ઇમરજન્સી કોલ પર પોલીસનો રિસ્પોન્સ ટાઇમ વધુ ઝડપી બનશે.
રાજ્યમાં કુલ 902 જનરક્ષક વાહનો મંજૂર થયેલા છે, જેમાંથી હાલ 402 વાહનો જ કાર્યરત છે. પુરતા સ્ટાફના અભાવે આ વાહનોનો પૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગ થઈ શકતો ન હતો. આ સમસ્યાના ઉકેલ માટે DGP દ્વારા 902 વાહનો માટે નવું સ્ટાફ સેટઅપ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. હવે વાહનદીઠ ચોક્કસ ડ્રાઈવર અને પોલીસ સ્ટાફની તૈનાતી કરવામાં આવશે, જેના પર સીધું કંટ્રોલ રૂૂમનું નિયંત્રણ રહેશે.
નવી નીતિ મુજબ પોલીસ કર્મચારીઓ માટે 8 કલાકની શિફ્ટને પ્રાથમિકતા આપવાની રહેશે. માત્ર અનિવાર્ય સંજોગોમાં જ 12 કલાકની શિફ્ટ રાખી શકાશે, પરંતુ કોઈપણ સંજોગોમાં કર્મચારી પાસે 24 કલાકની સળંગ ડ્યુટી કરાવી શકાશે નહીં. આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને કામગીરીમાં સક્ષમતા આવશે.
આ નવી વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે પણ વિશેષ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. જનરક્ષક વાહનોમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓને માત્ર દિવસ દરમિયાનની જ ફરજ સોંપવાની સૂચના આપવામાં આવી છે, જેથી તેમની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
રાજકોટ સહિતના શહેરોમાં 112 કંટ્રોલરૂમ ખાતે 1 PI અને PSIની નિમણૂક કરાશે
રાજયના ડીજી અને આઇજી જી.એસ. મલીક દ્વારા કરાયેલ આદેશમાં જણાવાયું છે કે, તમામ શહેર (અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર) સ્તરે મંજૂર મહેકમ પૈકી કોઇપણ 01ચો.ઇન્સ. ની ક્ધટ્રોલ રૂૂમ ખાતે 112 જનરક્ષક પ્રોજેકટની કામગીરી સારૂૂ એટેગ્મેન્ટ ધોરણે નિમણૂંક કરવી. દરેક જિલ્લા/શહેર ક્ધટ્રોલ રૂૂમ ખાતે ટેબલમાં દર્શાવ્યા મુજબ પો.સ.ઇ. કક્ષાના અધિકારીઓની પણ ક્ધટ્રોલ રૂૂમ ખાતે 112 જનરક્ષક પ્રોજેકટની કામગીરી સારૂૂ એટેચમેન્ટ ધોરણે નિમણૂંક કરવી. આ રીતે જીલ્લા સ્તરે કંટ્રોલ રૂૂમ ખાતે એટેચમેન્ટ ધોરણે નિમણૂંક કરવામાં આવનાર પો.સ.ઇ. નાઓને જીલ્લા કંટ્રોલ રૂૂમના ઇન્ચાર્જ તરીકેની ફરજ પણ સોંપી શકાય.
