કેકેવી ચોક પાસે આંગળીના ઇલમિઓએ ખિસ્સા ફંફોળતા થયેલી ઝપાઝપીમાં આધેડનો પગ ભાંગી ગયો

શહેરમાં યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામે રહેતા આધેડ કેકેવી ચોક પાસે હોટલમાં કામ કરી બપોરના સમયે જમીને શેરીમાં સુતા હતા તે દરમિયાન આંગળીના ઇલમિઓએ નિદ્રાધિન…

શહેરમાં યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામે રહેતા આધેડ કેકેવી ચોક પાસે હોટલમાં કામ કરી બપોરના સમયે જમીને શેરીમાં સુતા હતા તે દરમિયાન આંગળીના ઇલમિઓએ નિદ્રાધિન આધેડના ખીસ્સા ફંફોળતા જપાજપી થઇ હતી. જે દરમિયાન આધેડ ગબડી પડતા પગના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચી હતી. આધેડને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલા મુંજકા ગામે રહેતા મનોજભાઇ કાંતીભાઇ પરમાર (ઉ.વ.50) બપોરના અઢી વાગ્યના અરસામાં કેકેવી ચોક નજીક હતા ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી જપાજપી કરી હતી. જે જપાજપીમાં મનોજભાઇ પરમાર પડી જતા પગના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચી હતી. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં મનોજભાઇ પરમાર કેકેવી ચોક પાસે હોટલમાં નોકરી કરે છે. બપોરના સમયે મનોજભાઇ પરમાર જમીને શેરીમાં સુતા હતા. તે દરમિયાન ત્રણ શખ્સોએ નિદ્રાધિન મનોજભાઇ પરમારના ખીસ્સા ફંફોળ્યા હતા. તે દરમિયાન મનોજભાઇ પરમાર જાગી જતા જપાજણપી થઇ હતી. તે દરમિયાન મનોજભાઇ પરમાર પડી જતા પગમાં ફેકચર જેવી ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *