ખોખડદળ મેલડી માતાજીના દર્શને જતા ધો.5ના છાત્રની સાઇકલને ટ્રકચાલકે ઉલાળી

શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજ નગરમાં રહેતો અને ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાંચ મિત્રો સાથે સાઇકલ લઇ ખોખડદળ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો…

શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજ નગરમાં રહેતો અને ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાંચ મિત્રો સાથે સાઇકલ લઇ ખોખડદળ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે આજીડેમ ચોકડી પાસે ટ્રક ચાલકે વિદ્યાર્થીની સાઇકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. સગીરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા યુવરાજ નગરમાં રહેતો હાર્દિક સંજયભાઇ મેણીયા નામનો 14 વર્ષનો સગીર સાઇકલ લઇ બપોરના એકાદ વાગ્યાના અરસામાં આજીડેમ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણયા ટ્રક ચાલકે સાઇકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. સગીરને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક મેણીયા બે ભાઇમાં મોટો છે અને ધો.5માં અભ્યાસ કરે છે. હાર્દિક મેણીયા મિત્રો સાથે સાઇકલ લઇ ખોખડદળ મેલડી માતાજીના દર્શને જતો હતો. ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *