લવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને

લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે, મહિલાઓની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુવારે મોડી રાત્રે લવપ્રીતે પુરુષોની…

લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે, મહિલાઓની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુવારે મોડી રાત્રે લવપ્રીતે પુરુષોની વેઈટલિફ્ટિંગની 110 કિલો વજન વર્ગમાં 388 કિલોગ્રામ વજન ઉઠાવ્યું. તેણે સ્નેચમાં 176 અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિલોગ્રામ વજન ઉઠાવ્યું.

બીજી તરફ સીમાએ તેના ત્રીજા પ્રયાસમાં 58.65 મીટર થ્રો કર્યો. આ બ્રોન્ઝ મેડલ પછી ભારતના કુલ 17 મેડલ થઈ ગયા છે. જેમાં 3 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત 10મા સ્થાને છે.
લવપ્રીતે સ્નેચમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો. તે ગોલ્ડ મેડલ જીતવાની ખૂબ નજીક હતો, પરંતુ ન્યુઝીલેન્ડના ડેવિડ ડેવિડ એન્ડ્રુઝથી માત્ર એક કિલોગ્રામના અંતરથી પાછળ રહી ગયો. લવપ્રીતે કુલ 388 કિગ્રા (સ્નેચમાં 176 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 212 કિગ્રા) વજન ઉઠાવ્યું. જ્યારે, ન્યુઝીલેન્ડના લિટીએ ક્લીન એન્ડ જર્કમાં ગેમ્સ રેકોર્ડ સાથે કુલ 389 કિગ્રા (166 કિગ્રા + 223 કિગ્રા) વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ઇંગ્લેન્ડના એન્ડ્રુ ગ્રિફિથે 356 કિગ્રા (165 કિગ્રા + 191 કિગ્રા) સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
લવપ્રીત સિંહનો જન્મ 6 સપ્ટેમ્બર 1997ના રોજ પંજાબના અમૃતસર પાસે આવેલા બલ સચંદર ગામમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેઓ ખેતરોમાં કામ કરતા હતા, દાદા સાથે શાકભાજી વેચતા હતા અને ઘરની તે ઘોડીની સંભાળ પણ રાખતા હતા.

13 વર્ષની ઉંમરે લવપ્રીતે ગામના કેટલાક યુવાનોને વેઈટલિફ્ટિંગ કરતા જોયા. અહીંથી જ આ રમત પ્રત્યે તેમનો લગાવ વધ્યો. મર્યાદિત સંસાધનો વચ્ચે તેમણે સ્થાનિક કોચની દેખરેખ હેઠળ અભ્યાસ શરૂૂ કર્યો. મહેનતનું પરિણામ એ આવ્યું કે 2017માં તેમને પટિયાલા સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં સ્થાન મળ્યું. અહીંથી જ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂૂ થઈ.

27 વર્ષની સીમાએ માતા બન્યા પછી રમતોમાં શાનદાર વાપસી કરી છે. સીમાએ તેના ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રયાસમાં ફાઉલ કર્યું, પરંતુ 58.65 મીટરના થ્રોએ તેને પોડિયમ સુધી પહોંચાડી દીધી. આ ઇવેન્ટમાં જમૈકાની સામંથા હોલ (61.66 મીટર) એ ગોલ્ડ અને કેનેડાની જુલિયા ટંક્સ (60.67 મીટર) એ સિલ્વર મેડલ મેળવ્યો. અન્ય એક ભારતીય નિધિ રાણી 53.19 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહી.

રમતગમતની સાથે સીમા ભિવાનીની ચૌધરી બંસીલાલ યુનિવર્સિટીમાંથી ફિઝિકલ એજ્યુકેશનમાં Ph.D. પણ કરી રહી છે. ઘૂંટણની ગંભીર ઈજાને કારણે તેમને ત્રણ વર્ષથી વધુ સમય સુધી રમતગમતથી દૂર રહેવું પડ્યું હતું, પરંતુ લાંબા રિહેબિલિટેશન પછી તેમણે શાનદાર વાપસી કરી.

ભારતના નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશ વીર સિંહ કોમનવેલ્થ ગેમ્સની જેવલિન થ્રો ફાઇનલમાં પહોંચી ગયા છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજે 79.61 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને પાંચમું સ્થાન મેળવ્યું. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ 78.63 મીટર સાથે 7મા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચ્યા. મેડલ ઇવેન્ટ શુક્રવારે મોડી રાત્રે 12:45 વાગ્યાથી રમાશે. નીરજે પહેલા પ્રયાસમાં 76.28 મીટર અને બીજા પ્રયાસમાં 79.61 મીટરનો થ્રો કર્યો. ત્યારબાદ તેમણે ત્રીજો પ્રયાસ કર્યો નહીં અને પાંચમા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું.

નીરજ 90 મીટર પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર
નીરજ ચોપરાએ 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 90 મીટરનો આંકડો પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજે 87.58 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, તેઓ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *