નવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોત

  નવસારી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક હાઈટેન્શન વીજળીના વાયરના સંપર્કમાં ટેમ્પો આવી જતાં મજૂરોને ભારે વીજકરંટ…

 

નવસારી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક હાઈટેન્શન વીજળીના વાયરના સંપર્કમાં ટેમ્પો આવી જતાં મજૂરોને ભારે વીજકરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે 3 મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોમાંથી બે મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે વધુ એક મજૂરની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે તેમજ જરૂરી કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી છે.

આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના થયા હતા. તેઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક તપાસમાં ટેમ્પો હાઈટેન્શન વીજળીના વાયર સાથે અડી જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *