રાજકોટ જિલ્લામાંથી એક વર્ષમાં રૂા.30,500 કરોડની નિકાસ

રાજકોટ જિલ્લાને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે District as Export Hub (DEH) પહેલ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા નિકાસ પ્રોત્સાહન સમિતિ (DEPC)ની…

રાજકોટ જિલ્લાને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે District as Export Hub (DEH) પહેલ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા નિકાસ પ્રોત્સાહન સમિતિ (DEPC)ની મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલી Districts as Export Hubs (DEH) પહેલને વધુ અસરકારક રીતે અમલી બનાવવા તથા રાજકોટ જિલ્લાના નિકાસ ક્ષેત્રને નવી દિશા આપવા અંગે આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ડી.ડી.ઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જોઈન્ટ DGFT શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી, EXIM Bank, SIDBI, NABARD, ECGC, CGTMSE, NCGTC, , લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, India Post, લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ ક્ષેત્રના અગ્રણીઓ, તેમજ EEPC, GJEPC, APEDA, CHEMEXCIL, PLEXCONCIL, TEXPROCIL, FIEOના પ્રાદેશિક અધિકારીઓ તેમજ રાજકોટના અગ્રણી ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ વ્યક્તિગત તથા ઓનલાઈન માધ્યમથી ઉત્સાહભેર જોડાયા હતા.

ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારતાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારની ફોરેન ટ્રેડ પોલિસી હેઠળ શરૂૂ કરાયેલી Districts as Export Hubs (DEH) પહેલ દેશના દરેક જિલ્લામાં રહેલી નિકાસ ક્ષમતાને વૈશ્વિક બજારો સાથે જોડવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના 120 પ્રાથમિક જિલ્લાઓની પૈકી ગુજરાત રાજ્યનાં કુલ 15 જિલ્લાઓ અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જુનાગઢ, ભરૂૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટની પસંદગી કરવામાં આવી છે, જેમાં રાજકોટ જિલ્લાનો સમાવેશ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ગૌરવની બાબત છે.

રાજકોટ સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર તરીકે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. જિલ્લો માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. ગતવર્ષ દરમિયાન રાજકોટ જિલ્લામાંથી રૂૂ. 30,500 કરોડથી વધુની નિકાસ થઈ છે, જેને આગામી વર્ષોમાં વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમામ વિભાગો, નાણાકીય સંસ્થાઓ, નિકાસ પ્રોત્સાહન પરિષદો તથા ઉદ્યોગ જગત વચ્ચે વધુ સુમેળ અને સંકલન જરૂૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક માળખા અને નિકાસ ક્ષમતાની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. જિલ્લામાં 2.50 લાખથી વધુ ખજખઊ એકમો કાર્યરત છે, જે 11 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. રાજકોટમાં ઉત્પાદિત વિવિધ વસ્તુઓ વિશ્વના 180થી વધુ દેશોમાં નિકાસ થાય છે. કંડલા, મુન્દ્રા અને પીપાવાવ જેવા મુખ્ય બંદરો સાથે ઉત્તમ માર્ગ વ્યવસ્થા તથા આંતરરાષ્ટ્રીય હવાઈમથક અને રેલ્વે નેટવર્કથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને મજબૂત આધાર પૂરો પાડે છે.

રાજકોટના મુખ્ય નિકાસ ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ ઉત્પાદનો (રૂૂ.13,700 કરોડથી વધુ), કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો (રૂૂ.6,500 કરોડથી વધુ), ટેક્ષટાઈલ્સ (રૂૂ.6,000 કરોડથી વધુ), જેમ્સ એન્ડ જ્વેલરી (રૂૂ. 800 કરોડથી વધુ) તેમજ હસ્તકલા તથા હાથશાળાના ઉત્પાદનો (રૂૂ.130 કરોડથી વધુ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભવિષ્યમાં વધુ વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રો તરીકે એરોસ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન, રિન્યૂએબલ એનર્જી સાધનો, ફાર્માસ્યુટિકલ્સ અને એ.પી.આઈ., મેડિકલ ડિવાઇસીસ, કેમિકલ, પેપર પેકેજીંગ, મેટલ્સ તથા ઇલેક્ટ્રિક-ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

બેઠક દરમિયાન વિવિધ નાણાકીય સંસ્થાઓ, નિકાસ પ્રોત્સાહન પરિષદો અને સરકારી વિભાગોએ ઉપલબ્ધ યોજનાઓ, નાણાકીય સહાય, વીમા સુવિધાઓ, બજાર વિસ્તરણ, ડિજિટલ પ્લેટફોર્મ, ઈ-કોમર્સ, લોજિસ્ટિક્સ અને નિકાસ પ્રક્રિયાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *