સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક યુવાનના મોબાઇલની કોલ ડિટેલ કઢાવી

શહેરના સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રહેતાં ખખ્ખર-લોહાણા પરિવારના વૃધ્ધ દંપતિ અને યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પીડબલ્યુડીના 72…

શહેરના સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રહેતાં ખખ્ખર-લોહાણા પરિવારના વૃધ્ધ દંપતિ અને યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પીડબલ્યુડીના 72 વર્ષિય નિવૃત કર્મચારી,તેમના 65 વર્ષિય પત્નિ અને 32 વર્ષિય પુત્રએ સાંજે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.અહિ પત્નિનું સારવાર શરૂૂ થતાંની સાથે જ મૃત્યુ થયા બાદ પિતા-પુત્રએ પણ થોડા કલાકોમાં દમ તોડી દેતાં આખો પરિવાર ખતમ થઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાછળ અજંતા પાર્ક ડી-9 ખાતે રહેતાં પીડબલ્યુડીના નિવૃત કર્મચારી દિલીપભાઇ નટવરલાલ ખખ્ખર (ઉ.વ.72), તેમના પત્નિ સ્મીતાબેન દિલીપભાઈ ખખ્ખર (ઉં.વ.65) અને પુત્ર નિશીત દિલીપભાઇ ખખ્ખર (ઉં.વ.32)એ સાંજે ઘરે સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. નિશીતે આ પગલુ ભર્યા બાદ મિત્રને જાણ કરતાં મિત્રએ દિલીપભાઇના કુટુંબીઓને જાણ કરતાં બધા ત્યાં પહોંચ્યા હતાં અને ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.

જો કે અહિ સ્મીતાબેનનું સારવાર શરૂૂ થતાં જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ દિલીપભાઈનું પોણા નવ વાગ્યે અને પુત્ર નિશીતનું નવ વાગ્યે મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પોલીસના જણાવ્યા મુજબ ઘરમાંથી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી.હાલમાં તો આર્થિક સંકડામણનું પ્રાથમિક તારણ છે.પરંતુ મૃતક નિશીતના મોબાઇલની કોલ ડિટેઇલ સહિતની તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.કેટલાક સમયથી તે આર્થિક ભીંસમાં હોઇ કોઈ પાસેથી ઉછીની કે વ્યાજે રકમ લીધાની પણ ચર્ચા છે.આ ઘટના બની તેના થોડા સમય પહેલા એટલે કે બપોરે કોઈનો ઉઘરાણી માટે ફોન આવ્યો હતો.આ પછી સાંજે નિશીતે માતા,પિતા સાથે આ પગલુ ભરી લીધુ હોવાની વાત વહેતી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *