વેઇટલિફટર હરજિંદર કૌર અને દોડવીર ગુલવીરે જીત્યા સિલ્વર મેડલ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ છે. ગઇકાલે વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે પોતપોતાના ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા. ભારતીય…

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ છે. ગઇકાલે વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે પોતપોતાના ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા. ભારતીય બોક્સરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું, જેનાથી ઓછામાં ઓછા ત્રણ વધુ મેડલ સુનિશ્ચિત થયા હતા.

ભારત હાલમાં મેડલ ટેબલમાં નવમા સ્થાને છે, જેમાં બે ગોલ્ડ, સાત સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ 12 મેડલ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા 33 ગોલ્ડ, 17 સિલ્વર અને 27 બ્રોન્ઝ સહિત 77 મેડલ સાથે મેડલ ટેબલમાં આગળ છે.

મહિલાઓની 69 કિગ્રા કેટેગરીમાં 29 વર્ષીય વેઇટલિફ્ટર હરજિંદર કૌરે પોતાનું કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ચાર વર્ષ પહેલાં બર્મિંગહામ ગેમ્સ (71 કિગ્રા) માં બ્રોન્ઝ જીતનાર હરજિંદરે પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનો આ સાતમો મેડલ છે. માત્ર 5 ફૂટ 3 ઇંચ ઊંચાઈ ધરાવતી હરજિંદરે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બે વાર તોડ્યો. તેણે પહેલા સ્નેચમાં 99 કિલોગ્રામ અને પછી તેના અંતિમ પ્રયાસમાં 101 કિલોગ્રામ વજન ઉપાડ્યું. ગુલવીર સિંહે પુરુષોની 10,000 મીટર દોડમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું. તે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં પોડિયમ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો. સતત વરસાદ અને પાણી ભરાયેલા ટ્રેક છતાં ગુલવીરે નોંધપાત્ર સંયમ દર્શાવ્યો.

તે શરૂૂઆતથી જ અગ્રણી દોડવીરો સાથે રહ્યો અને અંતિમ તબક્કામાં ઝડપી ગતિએ દોડીને મેડલ મેળવ્યો. ગુલવીરે 27:49.78નો સમય કાઢ્યો, જે ઓસ્ટ્રેલિયાના કાઈ રોબિન્સનથી માત્ર 0.85 સેક્ધડ પાછળ રહ્યો. રોબિન્સને 27:48.93ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

એથ્લેટિક્સમાં ભારતના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક 22 વર્ષીય વિશાલ ટીકે પણ પુરુષોની 400 મીટર દોડની સેમિફાઇનલમાં પહોંચ્યો. તેણે 46.49 સેક્ધડનો સમય કાઢીને પોતાની હીટમાં બીજા સ્થાને રહ્યો. 400 મીટરની સેમિફાઇનલ 30 જુલાઈએ યોજાશે. બોક્સિંગમાં પણ ભારતનું પ્રદર્શન મજબૂત રહ્યું. એશિયન ચેમ્પિયન પ્રિયા ઘંઘાસ, એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રીતિ પવાર અને જાદુમની સિંહે પોતપોતાના ક્વાર્ટર-ફાઇનલ મુકાબલા જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, જેનાથી ભારતને ઓછામાં ઓછા ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *