સદગુરૂ પાર્કમાં ધો.11ની છાત્રાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો

શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા સદગુરૂ પાર્કમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના…

શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા સદગુરૂ પાર્કમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ પર આવેલા સદ્ગુરૂ પાર્કમાં રહેતી મિતાલીબા પૃથ્વીરાજસિંહ જાડેજા નામની 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો હતો અને પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવતીના પિતા વર્ષોથી અલગ રહે છે અને મૃતક યુવતી બે બહેનમાં નાની હતી અને ધો.11માં અભ્યાસ કરતી હતી. સ્કૂલેથી આવ્યા બાદ મિતાલીબા જાડેજાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને બહારથી ઘરે આવેલી માતાએ યુવતીનો મૃતદેહ લટકતો જોયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *