રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 53 પેઢી, રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ 1226 ઊંલ અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 25 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂૂ.42,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તેમજ 04 પેઢીને સીલ કરવામાં આવેલ હતી.
ફુડ વિભાગ દ્વારા કિશોરસિંહજી સ્કૂલ પાછળ મામા સાહેબના મંદિર સામે, કોઠારીયા નાકા, પેલેસ રોડ, રાજકોટ મુકામે આવેલ ઘોષ બંગાલ સ્વીટ્સ પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા વાસી કાચા સમોસા, અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ફ્રિજમાં પડેલ પડતર દુર્ગંધ યુક્ત છેના અને મીઠાઈ , સમોસા માટેનો વાસી બાંધેલો લોટ, વાસી સડેલા બટેટા તથા શાકભાજી કુલ મળીને અંદાજિત 146 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ₹5000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ. નૂતન આદિવાસી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, શેરી નંબર 4, મવડી ગામ પાસે, રાજકોટ મુકામે આવેલ વિહાન નમકીન પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા જીવાત જોવા મળેલ તેમજ વાસી, ખુલ્લો અખાધ્ય -ફરસાણ તથા ફરસાણ માટેનો બાંધેલો લોટ વગેરે કુલ મળીને અંદાજિત 215 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ₹5000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ.
યુનિવર્સિટી રોડ, ભગતસિંહજી ગાર્ડન સામે, રાજકોટ મુકામે આવેલ નેશનલ ચાઇનીઝ પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતાં ફ્રીજમાં, સ્ટોરેજમાં, પ્રિપરેશનમાં દરેક જગ્યાએ પુષ્કળ ગંદકી જોવા મળેલ. ગ્રેવી, નૂડલ્સ, બાફેલા શાકભાજી, રાંધેલ ખોરાક, વાસી, પડતર, અખાદ્ય જણાતા કુલ મળીને અંદાજિત 33 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરી કરી ₹5000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ. રોલેક્સ રોડ, પવિત્રા હાઇટ્સ, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ ઘનશ્યામ ચાઈનીઝ પંજાબી પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ ફૂડ કુલ મળીને અંદાજિત 16 કીલો અખાદ્ય જથ્થાનો નાશ કરી ₹5000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ ન હોવા બાબતે નોટિસ આપેલ.
S.S. ANEX બિલ્ડીંગ, G.F. શોપ નં.-1, કસ્તુરબા રોડ, શારદા બાગ પાસે, રાજકોટ મુકામે આવેલSWINSTA ENT PRIVATE LIMITED (ઇન્સ્ટામાર્ટ) પેઢીની તપાસ કરતા પેઢીમાં ઓનલાઈન ઓર્ડર માટે સંગ્રહ કરેલ શાકભાજી, ફળ,વગેરે જેવી પેરિશેબલ ખાદ્યચીજો ના પેકિંગ પર યુઝ બાય ડેટ જોવા મળેલ નહીં તેમજ સ્થળ પર એક્સપાયરી ડેટ વીતેલ સિરિયલ પ્રોડક્ટ-આટા, પેક્ડ દૂધ, ટેટ્રાપેક, ઈંડા વગેરે નો સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ પેઢીના કોલ્ડ રૂૂમ અને ફ્રીઝ તપાસતા જીવાત, ગંદકી તેમજ દુર્ગંધ યુક્ત વાતાવરણમાં ખાદ્યચીજોનો સંગ્રહ કરેલ જોવા મળેલ. સદરહુ સ્થળ પરથી અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ ઉપરોક્ત અખાદ્ય તેમજ એક્સપાયરી થયેલ અંદાજિત કુલ 800 કીલો જથ્થાનો જઠખ વાહન દ્વારા સ્થળ પર નાશ કરી ₹10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીને સેડ્યુલ -4 મુજબ હાયજેનિક કન્ડિશન જાળવવા, સ્ટોરેજ પ્લેસની સફાઈ, પેસ્ટ કંટ્રોલ કરાવવા, FIFO પધ્ધતી મુજબ યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થા જાળવવા, પેરિશેબલ ખાદ્યચીજ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
જયેશભાઈ ચંદુભાઈ વાડોરિયા રૈયાધાર રોડ, પેઢી માંથી 5 કીલો વાસી ફરસાણ નો નાશ કરી ₹500 વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રીનાથજી ફરસાણ, નારાયણભાઈ ભેળવાળા, ઋતુરંગ સ્ટોર, જલારામ ટ્રેડિંગ, સંજય જનરલ સ્ટોર્સ, ગોપી સેલ્સ એજન્સી, ઉમિયા સેલ્સ એજન્સી, શ્રી હરિ મિલ્ક ફળા, શ્રીનાથજી જનરલ સ્ટોર્સ, શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સ, રાજલક્ષ્મી ઓઇલ ડેપો, રામેશ્વર નાસ્તા ગૃહ, નેપાળી નાસ્તા ગૃહ, પટેલ ગાંઠીયા, શ્રીજી અમુલ પાર્લર, ગોકુલ નમકીન, મોમાઈ ગાંઠિયા જલેબી, જાનકી પ્રોવિઝન સ્ટોર, વિજય નાસ્તા ગૃહ, ખોડીયાર ટી સ્ટોલ, માં ફરસાણ, કેવલો પોતે પેઢીઓને લાયસન્સ બાબતે નોટીસ આપીને 42000 વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
ઉપરાંત્ત ઠાકરધણી રેસ્ટોરન્ટ: રૈયાધાર રોડ, રિદ્ધિ સિદ્ધિ સેન્ડવીચ: જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ, નવદીપ ડેરી ફાર્મ: ગોકુલધામ મેઇન રોડ, ઉમિયાજી ડેરી ફાર્મ: ગોકુલધામ મેઇન રોડ, ડાયારામ ફરસાણ: ગોકુલધામ મેઇન રોડ, ઉમા પાન ફળા; કોલ્ડડ્રિંક્સ: ગોકુલધામ મેઇન રોડ, અક્ષર મેડિકલ સ્ટોર: ગોકુલધામ મેઇન રોડ, બાલાજી માર્કેટિંગ: ગોકુલધામ મેઇન રોડ, આશાપુરા કોલ્ડડ્રિંક્સ: ગોકુલધામ મેઇન રોડ, શ્યામ ડેરીફાર્મ: ગોકુલધામ મેઇન રોડ, જલિયાણ પાઉંભાજી: નંદનવન મેઇન રોડ, જલિયાણ ભજીયા: નંદનવન મેઇન રોડ, ખોડલધામ ફાસ્ટફૂડ: નંદનવન મેઇન રોડ, નકલંક હોટેલ: નંદનવન મેઇન રોડ, દ્વારકેશ ચાઈનીઝ ફળા; પંજાબી: નંદનવન મેઇન રોડ, બાપા સીતારામ નાસ્તા ગૃહ: નંદનવન મેઇન રોડ, શ્રીરામ ફરસાણ: કંસારા બજાર કોઠારીયા નાકા, રાધેશ્યામ ડેરી ફાર્મ: નંદનવન મેઇન રોડ, રાજુભાઈ પાણીપુરી: રામધણ મેઇન રોડ, મવડી, મીરા નમકીન: રામધણ મેઇન રોડ, મવડી બાયપાસ, અડારો રેસ્ટોરન્ટ એન્ડ કેટરિંગ: રેલનગર મેઇન રોડ, શ્રીજી હોટલ: મવડી, પાળ રોડ, ભારતવિજય ડેરી: લક્ષ્મીવાડી મેઈન રોડ, ભારત ફરસાણ: લક્ષ્મીવાડી મેઈન રોડ, સત્યવિજય ફરસાણ એન્ડ સ્વીટ: લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટની તપાસ કરવામાં આવી હતી.
