શૂટિંગ વર્લ્ડ કપમાં ઈશા સિંહે ગોલ્ડ અને મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યા

એક તરફ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ દેશને દરરોજ એક કે એકથી વધુ મેડલ અપાવવાનું શરૂૂ કરી દીધું છે ત્યારે ચીનમાં ચાલી રહેલા…

એક તરફ સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ દેશને દરરોજ એક કે એકથી વધુ મેડલ અપાવવાનું શરૂૂ કરી દીધું છે ત્યારે ચીનમાં ચાલી રહેલા શૂટિંગના વર્લ્ડ કપમાં ભારતની બે શૂટરે રાષ્ટ્રને એક જ દિવસે બે ચંદ્રક અપાવ્યા છે.

નિશાનબાજીની રમતમાં ટૂંક સમયમાં સ્ટાર બની ગયેલી અને શાનદાર પર્ફોર્મન્સથી શૂટિંગ જગતમાં ઊભરી રહેલી ઇશા સિંહે આઇએસએસએફ વર્લ્ડ કપ (રાઇફલ/પિસ્તોલ/શોટગન) સ્પર્ધામાં મહિલાઓની પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તેણે ભારતની જ પેરિસ ઑલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને પાછળ રાખીને આ સિદ્ધિ મેળવી હતી. મનુ ભાકરે એ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો.
21 વર્ષની ઇશા સિંહે ફાઇનલમાં જડબેસલાક પર્ફોર્મ કર્યું હતું. તેણે 40 હિટ્સ સાથે સુવર્ણચંદ્રક પર કબજો કર્યો હતો. ગયા વર્ષની પેરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકરે ખૂબ લડત આપી હતી, પરંતુ 28 હિટ્સને લીધે તેણે કાંસ્યચંદ્રકથી સંતોષ માની લેવો પડ્યો હતો. આ જ સ્પર્ધામાં ચીનની ઝાન્ગ યેઉઇ 37 હિટ્સ સાથે બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *