વેરાવળમાં નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસ એ વિરોધ પ્રદર્શન કરેલ હતું. ગીર સોમનાથ જિલ્લા કોગ્રેસ પ્રમુખ, ધારાસભ્ય સહિત 40 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શુક્રવારે વેરાવળ ના ટાવર ચોક ખાતે નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ કેન્દ્ર તથા રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઇ વંશ ની આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના 40 થી વધુ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય સહિત 40 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત બાદ કોંગ્રેસે પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, પોલીસ સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા હેતુથી કરવામાં આવી હતી.
