સા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર

સાવરકુંડલા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદને પગલે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં…

સાવરકુંડલા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદને પગલે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે જુનાસાવર જવાના માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર અસર પડી છે. માર્ગ પરથી પાણીનો પ્રવાહ વહેતા લોકોને સાવચેતી રાખવાની અને જરૂૂરી ન હોય તો આ માર્ગ પર મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ તાલુકાના અનેક ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા સાથે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

પૂરતા વરસાદથી પાક માટે લાભદાયી સ્થિતિ સર્જાઈ હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થતાં નદીકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિકોને નદી અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *