નવસારીમાં 30 લોકોને એરલિફટ કરાયા, અમદાવાદમાં CM રસ્તા પર ઉતર્યા

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સેનાની મદદ લેવાઈ, ગેલોપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોને બચાવવા ઓપરેશન રાજ્યમાં 38653 લોકોનું સ્થળાંતર, 5547 લોકોનું રેસ્કયુ કરાયું, વાયુસેનાની છ ટુકડી તૈનાત કરાઈ…

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં સેનાની મદદ લેવાઈ, ગેલોપ્સ પાર્કમાં ફસાયેલા 900 લોકોને બચાવવા ઓપરેશન

રાજ્યમાં 38653 લોકોનું સ્થળાંતર, 5547 લોકોનું રેસ્કયુ કરાયું, વાયુસેનાની છ ટુકડી તૈનાત કરાઈ

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી રહેલા અતિભારે વરસાદના કારણે નવસારી-વલસાડ-અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે ત્યારે નવસારીમાં બચાવ રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે વાયુસેનાને પણ ઉતારવામાં આવી છે અને આજે નવસારીમાં ભાટ ગામ નજીક ઝીંગા ફાર્મના ફસાયેલા 30 થી વધુ લોકોને વાયુસેના દ્વારા હેલિકોપ્ટર મારફત સફળતાપૂર્વક એરલિફટ કરવામાં આવ્યા હતાં.

જ્યારે અમદાવાદનાં બાવળાના ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા સ્થાનિક ફાયર બ્રિગેડ તથા એસડીઆરએફની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે અને રાત્રે પડેલા અતિભારે વરસાદના કારણે આ વિસ્તારમાં તેમજ રાજકોટ હાઈ-વે ઉપર 4 થી 5 ફુટ પાણી ભરાઈ ગયા હતાં.
છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ભારે વરસાદ વચ્ચે રાજ્યમાં કુલ 38653 થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જ્યારે 5547થી વધુ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્કયુ કરાયું છે. નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં કોસ્ટગાર્ડની મદદ લેવાઈ રહી છે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 49 ટીમો અને આર્મીની 6 ટીમો તૈનાત છે.

બીજી તરફ અમદાવાદ શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના બોપલ સહિતના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી.

પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે બોપલ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓ જાણી હતી અને પાણી ભરાવાની સમસ્યાનું વત્વરિત નિરાકરણ લાવવા તંત્રને કડક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ પ્રભાવિત વિસ્તારોમાંથી પાણીની નિકાલની વ્યવસ્થા ત્વરિત કરવા પર ભાર મૂક્યો હતો. સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ જરૂૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *